તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકુમ:સરકારી અનાજ કૌભાંડમાં આખરે વાજબી ભાવની ત્રણે દુકાનમાં ક્રોસ તપાસનો આદેશ

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય પુરવઠા નિરીક્ષક અને 5 નાયબ મામલતદારોની 3 ટીમો બનાવાઇ
  • 7 દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવા જિલ્લા પુરવઠા અધિકારીનો હુકમ

સરકારી અનાજ કૌભાંડમાં ગત સપ્તાહે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહેસાણા જિલ્લાના ત્રણ સસ્તા અનાજના દુકાનદારોની ધરપકડ કર્યા બાદ સફાળા જાગેલા જિલ્લા પુરવઠા વિભાગે ક્રોસ તપાસ માટે મુખ્ય પુરવઠા નિરીક્ષક અને 5 પુરવઠા નાયબ મામલતદારોની ત્રણ ટીમો બનાવી 7 દિવસમાં અહેવાલ રજૂ કરવા શુક્રવારે આદેશ કર્યો હતો.

અનાજ કૌભાંડમાં મહેસાણા શહેરના 2 અને ચરાડુના એક સંચાલકની ધરપકડ બાદ જિલ્લા પુરવઠા અધિકારી કૃપાલી મિસ્ત્રીએ શુક્રવારે ત્રણ દુકાનમાં બે-બે અધિકારીની ટીમને તપાસ સોંપી છે. જેમાં વાજબી ભાવની ત્રણે દુકાન સાથે જોડાયેલા તમામ રેશનકાર્ડ ધારકોની ખરાઇ કરી દર મહિને જથ્થો મેળવે છે કે કેમ, આધાર વેરીફાય ટ્રાન્ઝેક્શનમાં જે સભ્ય દ્વારા બાયોમેટ્રીક આધારે ફૂડ કુપન કઢાઇ છે તેમાં કોઇ ગેરરીતિ જણાઇ આવી છે કે કેમ તેની વિસ્તૃત તપાસ કરી 7 દિવસમાં અહેવાલ સોંપવા જણાવ્યું છે.

નાયબ મામલતદારની ત્રણ ટીમો તપાસ કરશે

વાજબી ભાવની દુકાન

તપાસ ટીમ

સોલંકી દિલીપસિંહ ધનાજી, મહેસાણા

ના.મામ. (પુ), વિસનગર, વિજાપુર

પઠાણ સાહિલખાન ઇબ્રાહિમખાન, મહેસાણા

મુખ્ય પુ.નિરીક્ષક અને ના. મામ.મહેસાણા (પુ), મહેસાણા

જયસ્વાલ કનૈયાલાલ નગીનલાલ

ચરાડુ ના.મામ. (પુ), કડી અને જોટાણા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...