તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:મહેસાણા પાલિકામાં વિપક્ષ કોંગ્રેસ,નેતા,ઉપનેતા દંડક નિમાયા પછી અચાનક જ યાદી પેન્ડીંગ કરી

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
8 તારીખની યાદી - Divya Bhaskar
8 તારીખની યાદી
  • અસંતોષ ખાળવા બુધવારે મહેસાણા પાલિકા સિવાયની નિયુક્તિ જાહેર કરી
  • પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે મંગળવારે ત્રણ પાલિકા 9 તા.પ.માં વિપક્ષ નેતા નિયુક્ત કર્યા

મહેસાણા પાલિકામાં કોંગ્રેસમાં વિપક્ષ નેતા નિયુક્તિને લઇને આંતરીક વાંધો ઉઠ્યાની ચર્ચાએ જોર પકડ્યુ છે જેમાં પ્રદેશ પ્રમુખ દ્વારા તા.8મીએ જિલ્લામાં 9 તાલુકા પંચાયતો અને ત્રણ પાલિકામાં વિપક્ષના નેતાની નામજોગ નિયુક્તિ કરાઇ હતી. આ યાદીમાંથી મહેસાણા પાલિકાના વિપક્ષ નેતા,ઉપનેતા,દંડક નિયુક્તિ પછીથી પેન્ડીંગ કરીને તા. 9મીએ મહેસાણા પાલિકા સિવાય બે કડી, વિસનગર પાલિકા તેમજ 9 તાલુકા પંચાયતમાં નિયુક્તિની યાદી જાહેર કરાઇ છે.જાહેર કર્યા પછી બીજા દિવસે પેન્ડીંગ કરી દેવાયાના મામલે શહેર કોંગ્રેસમાં પાલિકામાં કોંગ્રેસ વિવાદની ચર્ચાઓ થવા લાગી છે.]

9 તારીખની યાદી
9 તારીખની યાદી

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મહેસાણા જિલ્લાની તાલુકા પંચાયતો અને પાલિકાઓમાં વિપક્ષ નેતા, ઉપનેતા, દંડકની તા. 8મીએ નિમણૂક કરી તે યાદીમાં મહેસાણા પાલિકામાં વિપક્ષ નેતા તરીકે કોર્પોરેટર કમલેશ સુતરીયા, ઉપનેતામાં અમિત પટેલ અને દંડકમાં નંદાબા ઝાલાનું નામ છે.જ્યારે તા. 9મીએ તાલુકા પંચાયતો અને પાલિકાઓમાં નિયુક્તીની યાદીમાંથી મહેસાણા પાલિકાની બાદબાકી કરીને જાહેર કરાતાં કોગ્રેસમાં ક્યાં કાચુ કપાયુ તેને લઇને ચર્ચાઓ થવા લાગી છે.વિપક્ષ નેતામાં સિનીયર કોર્પોરેટરની બાદબાકીને લઇને વાંધો ઉઠ્યો કે શું તેને લઇને ચર્ચાઓ થવા લાગી હતી.

પાલિકા વોર્ડ નં.2માં કોંગી કોર્પોરેટર કમલેશભાઇ સુતરીયાએ કહ્યુ કે, 8મીએ નિમણૂકની યાદીમાં મહેસાણાનો સમાવેશ હતો,તા. 9મીની યાદીમાં મહેસાણા પાલિકા ન હોતુ,પેન્ડીંગ કરાયુ. એટલે અમે સાત પૈકી છ જણાએ લાગણી પ્રદેશમાં વ્યકત કરતું લેખિત આપ્યુ,જે નિર્ણય પાર્ટીએ લીધો તે યથાવત રાખવાની લાગણી દર્શાવી છે,કોઇ વ્યક્તિ માટે ભલામણ માટે નહી.

વિરોધ જેવું કશું નથી:જિલ્લા પ્રમુખ
મહેસાણા જિલ્લા કા.કોંગ્રેસ પ્રમુખ માનસિંહ ઠાકોરે કહ્યુ કે, પહેલી નિયુક્તીની યાદીમાં મહેસાણા તાલુકા પંચાયતનું બાકી હતી એટલે મહેસાણા નગરપાલિકાની નિમણૂકો પેન્ડીગ કરાઇ.તાલુકા અને શહેરમાં નિમણૂકમાં સમતુલન માટે પાલિકામાં વિપક્ષ હોદ્દેદારોની નિમણૂક પ્રદેશથી પેન્ડીંગ કરાઇ છે.કોઇ વાંધો,વિરોધ જેવુ નથી.

અન્ય સમાચારો પણ છે...