તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે કોરોના માત્ર ત્રણ કેસ નોંધાયા, 29 દર્દીઓએ કોરોનાને માત આપી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં હજુ પણ કોરોનાના 186 કેસ એક્ટિવ છે

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિના કાળ સમાન સાબિય થયા હતા. જેમાં દિવસે ને દિવસે કોરોના કૂદકેને ભૂસકે વધી રહ્યો હતો. ત્યારે સમગ્ર જિલ્લામાં બજારો સ્વૈચ્છિક પણે બંધ કરવાની ફરજ પડી હતી. જે બાદ જિલ્લામાં છેલ્લા વિસ દિવસથી કોરોના કેસમાં ઘટાડો નોંધતો રહ્યો છે. આજે મહેસાણા જિલ્લામાં કોરોનાના માત્ર 03 કેસ જ નોંધાયા છે. જ્યારે 29 દર્દીઓએ આજે કોરોનાને માત આપી છે.

આજે જિલ્લાના શહેરી વિસ્તારોમાં 01 અને ગ્રામ્ય વિસ્તારોમાં 02 કેસ નોંધાયા છે. જિલ્લામાં હજુ પણ 186 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે. તો આજે જિલ્લામાં નવા 616 સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં આજ દિવસ સુધીમાં 1 લાખ 24 હજાર 206 સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. જેમાંથી 1 લાખ 10 હજાર 970 નેગેટિવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...