તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે કોરોનાનો માત્ર એક જ કેસ નોંધાયો, બે દર્દીઓએ કોરોના ને આપી માત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હજુ પણ 12 કેસ એક્ટિવ

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિના કાળ સમાન સાબિય થયા હતા. જેમાં દિવસેને દિવસે કોરોના કૂદકેને ભૂસકે વધી રહ્યો હતો ત્યારે સમગ્ર જિલ્લામાં બજારો સ્વૈચ્છિક પણે બંધ કરવાની ફરજ પડી હતી. જે બાદ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોના કેસમાં ઘટાડો નોંધતો રહ્યો છે. આજે મહેસાણા જિલ્લામાં 1 કેસ નોંધાતા તંત્ર અને નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો.

જિલ્લામાં આજે નવા 619 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ 2 દર્દીઓએ આજરોજ કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ફર્યા હતા. જિલ્લામાં હજુ પણ 12 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે. ગઈકાલે લીધેલા 267 જેનું રિઝલ્ટ આજ આવ્યું જેમાં તમામ સેમ્પલનું રિજલ્ટ નેગેટિવ આવ્યું હતું અને 1 સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...