રસીકરણ:રસી ઓછી આવતાં મહેસાણામાં માત્ર 6, વિજાપુરમાં 5.6% રસીકરણ

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
આર્ટસ કોલેજ સતલાસણામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને રસી અપાઇ. - Divya Bhaskar
આર્ટસ કોલેજ સતલાસણામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને રસી અપાઇ.
  • મહેસાણા જિલ્લામાં 15 થી 18 વયમાં 5 દિવસમાં શુક્રવારે સૌથી ઓછું માત્ર 23.7 ટકા રસીકરણ થયું
  • જિલ્લામાં 5 દિવસમાં 15 થી 18 વર્ષના કિશોરોનું 79% રસીકરણ થયું, 1,04,125 પૈકી 21,837 કિશોરોનું રસીકરણ બાકી

મહેસાણા જિલ્લામાં 15 થી 18 વર્ષની વયના કિશોરોના રસીકરણની રફતાર પાંચમા દિવસે ઘટી હોય તેમ લક્ષાંકથી માત્ર 23.7 ટકા રસીકરણ થયું હતું. શુક્રવારે રસીનો ઓછો જથ્થો મળતાં વિજાપુર તાલુકામાં સૌથી ઓછું 5.6 ટકા અને મહેસાણા તાલુકામાં 6.1 ટકા રસીકરણ થયું હતું. જ્યારે બહુચરાજી, જોટાણા અને વિસનગર તાલુકામાં દિવસના લક્ષાંક કરતાં વધારે રસીકરણ થયું હતું.

જિલ્લામાં કુલ 1,04,125 રસીકરણના લક્ષાંક સામે 7 જાન્યુઆરી સુધીમાં 79 ટકા એટલે કે 82,298 કિશોરોને રસી અપાઈ છે. આરોગ્ય વિભાગની ગણતરી મુજબ હજુ પણ 21,827 કિશોરોને રસી આપવાની બાકી રહે છે. કોરોના રસીકરણ ઓછું થવા મામલે આરોગ્ય અધિકારી ડૉ. વિષ્ણુભાઈ પટેલને પૂછતાં તેમણે વેક્સિનનો જથ્થો ઓછો આવ્યો હોવાથી શુક્રવારે રસીકરણ ઓછું થયું હોવાનો સ્વીકાર કર્યો હતો.

10મીથી બુસ્ટર ડોઝનો રાઉન્ડ શરૂ
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા.10 જાન્યુઆરીથી બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરાશે. વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા ફ્રન્ટલાઇન વર્કર અને 60થી વધુ વયની વ્યક્તિઓ મળી કુલ 2,51,883ને પ્રથમ તબક્કામાં બુસ્ટર ડોઝમાં આવરી લેવામાં આવશે. જેમાં 14,459 હેલ્થકેર વર્કર, 21951 ફિમેલ હેલ્થવર્કર તેમજ 60થી વધુ વયના 2,15,473 લોકોને બુસ્ટર ડોઝ અપાશે. જેની આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

રસીકરણની તાલુકાવાર કામગીરી

તાલુકોશુક્રવારકુલ લક્ષાંકરસીકરણકુલ ટકા
બહુચરાજી4673,753336389.6
જોટાણા1562,575249596.9
કડી82518,3231440778.6
ખેરાલુ2657,099570980.4
મહેસાણા29326,9181983573.7
સતલાસણા2235,212365070
ઊંઝા2877,664633682.7
વડનગર2888,622641074.3
વિજાપુર9211,6981053390
વિસનગર14012,261956078
કુલ3036104,1258229879
અન્ય સમાચારો પણ છે...