તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Only 50% Of Students Attend School tuition Classes, 22 Out Of 55 Tuition Classes Started In Mehsana Despite Government Exemption

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાત્રોમાં અવઢવ:શાળા-ટ્યૂશન કલાસમાં 50 % વિદ્યાર્થીઓ જ આવે છે, સરકારે છૂટ આપી છતાં મહેસાણામાં 55 પૈકી 22 ટ્યૂશન ક્લાસિસ શરૂ થયા

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ક્લાસીસીમાં એક પાળીમાં ૧૫થી ૨૦ વિદ્યાર્થીઓને બોલાવાઇ રહ્યા છે - Divya Bhaskar
ક્લાસીસીમાં એક પાળીમાં ૧૫થી ૨૦ વિદ્યાર્થીઓને બોલાવાઇ રહ્યા છે

ટ્યુશન ક્લાસિસને કોરોના એસઓપી મુજબ છૂટ અપાતાં મહેસાણા શહેરમાં 22 જેટલા ક્લાસીસ ફરી શરૂ થયા છે. જેમાં શાળાના વર્ગ કરતાં પ્રમાણમાં નાના રૂમ ધરાવતા ક્લાસીસ સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા વિદ્યાર્થીઓની પાળી વધારી દીધી છે. શાળાના વર્ગમાં 30, તો ક્લાસીસમાં 15 વિદ્યાર્થીઓને સમાવાઇ રહ્યા છે. જોકે, પરીક્ષાને ધ્યાને લઇ મોટાભાગે ધો.10 અને 12ના 50 ટકા વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસમાં આવી રહ્યા છે. ધો.9 અને 11ના 30 ટકા વિદ્યાર્થીઓ ક્લાસીસમાં જોડાયા છે. બે દિવસમાં શહેરમાં 55 પૈકી 22 જેટલા ટ્યુશન ક્લાસીસ શરૂ થયા છે.

ટી.જે હાઈસ્કૂલમાં ડિસ્ટન્સ અંતર જળવાઈ રહે તે રીતે બેઠક વ્યવસ્થા કરાઇ
ટી.જે હાઈસ્કૂલમાં ડિસ્ટન્સ અંતર જળવાઈ રહે તે રીતે બેઠક વ્યવસ્થા કરાઇ

શહેરમાં પ્રશાંત રોડ નજીક આવેલા ટ્યુશન ક્લાસીસમાં બેન્ચિસદીઠ એક વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા જોવા મળી હતી. આવી જ વ્યવસ્થા મોઢેરા રોડ ટહુકો પાર્ટીપ્લોટ સામેના એક ટ્યુશન ક્લાસમાં જોવા મળી હતી. કેટલીક બેન્ચિસ ખાલી હતી. મહેસાણા એકેડેમિક એસો. ગ્રુપના પ્રમુખ એસ.પી. પ્રજાપતિએ કહ્યું કે, હજુ 40 થી 50 ટકા વિદ્યાર્થીઓ ક્લાસીસમાં જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો