પાલિકાની પોલ ખુલી:કડીમાં માત્ર 5થી 6 મિમી વરસાદમાં પાણી ભરાયા, મોટાભાગના વિસ્તારમાં વીજળી ગુલ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નહિવત વરસાદે પાલિકાની પોલ ખોલી

હવામાન વિભાગની આગાહીને લઇને અનેક વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડીમાં માત્ર 5થી6 મિમી જ વરસાદ પડ્યો છે. છતા રસ્તાઓ પર પાણી ભરાતા પ્રિ-મોન્સુનની પોલ ખુલી ગઇ છે.

વીજળી ગુલ
કડી શહેરમા માત્ર 5થી 6 ઇંચ વરસાદ આવતા જ પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઇ છે. સાવ નહિવત વરસાદમાં રસ્તાઓ પાણીમાં તરબોળ થયા હતા. નીચાણવાળા વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત શહેરના ઘણા વિસ્તારમો સાવ આટલા વરસાદે વીજળી ગુલ થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...