ચૂંટણી:ફોર્મ ભરવા ઉમેદવાર સાથે માત્ર 4 ટેકેદારો જઈ શકશે

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લાની સાત બેઠકો ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ , ક્રિમિનલ રેકોર્ડ ધરાવનાર ઉમેદવારે જાહેરાતથી 3 વખત જાહેર કરવું પડશે

મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકો માટે બુધવારના રોજ સાંજે ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું જે મુજબ ગુરૂવાર 10 નવેમ્બર આજથી ઉમેદવારોનું ફોર્મ ભરવાનું ચાલુ થશે. 2019ની લોકસભાની જેમ ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં સૌપ્રથમવાર ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ત્રણ વખત જાહેરાતના માધ્યમથી પોતાનો ક્રિમિનલ રેકર્ડ જાહેર કરવો પડશે.

સાત વિધાનસભાની ચૂંટણીના પ્રસિદ્ધ થયેલા જાહેરનામા અંતર્ગત ગુરૂવાર 10 નવેમ્બર આજથી ઉમેદવારોની ફોર્મ ભરવાની શરૂ થતી પ્રક્રિયામાં ફોર્મ ભરતા સમયે ચૂંટણી અધિકારીને ચેમ્બરમાં ઉમેદવારની સાથે માત્ર તેના 4 જ ટેકેદારો જઈ શકશે. 2019ની લોકસભા ચૂંટણીમાં ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારો માટે ચૂંટણી પંચ દ્વારા લાવવામાં આવેલો નિયમ આ વખતે સૌ પ્રથમવાર વિધાનસભાની ચાલુ ચૂંટણીમાં લાગુ કરાયો છે.

જે અંતર્ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ફાઈલ કરવાથી 48 કલાક પહેલા પોતાનો ક્રિમિનલ રેકર્ડ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ત્રણ વખત જાહેરાત આપીને જાહેર કરવો પડશે. ચૂંટણીમાં ફોર્મ ભરવા ઈચ્છુક ઉમેદવારો 17 નવેમ્બર સુધી જાહેર રજાના દિવસો સિવાય સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી કોરા ઉમેદવારી પત્રો મેળવી શકશે અને ભરાયેલા ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ ભરીને રજૂ કરી શકશે. જ્યારે 18 નવેમ્બરના રોજ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે ..અનુસંધાન પાન નં 2

અન્ય સમાચારો પણ છે...