તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:પ્રાથમિક શાળાઓના માત્ર 35 ટકા શિક્ષકે સ્ટેટ રિસોર્સ જૂથ પસંદગીની પરીક્ષા આપી

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યમાં શૈક્ષણિક સાહિત્ય નિર્માણ માટે પ્રથમવાર આયોજિત પરીક્ષામાં 65 ટકા શિક્ષકો ગેરહાજર રહ્યા

રાજ્યમાં શૈક્ષણિક સાહિત્ય નિર્માણકાર્ય માટે પ્રથમવાર આયોજિત પરીક્ષામાં મહેસાણા ખાતે પ્રાથમિક શાળાઓના કુલ 342 પૈકી 123 શિક્ષકોએ પરીક્ષા આપી હતી. મહેસાણાના પરા ઉમા શાળા કેન્દ્રના બે યુનિટમાં રવિવારે 11 થી બપોરે 1 દરમિયાન સ્ટેટ રિસોર્સ જૂથ પસંદગી માટેની પરીક્ષા લેવાઇ હતી. હોઇ થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરીને ઉમેદવારોએ કેન્દ્રમાં એન્ટ્રી અપાઇ હતી.

જીસીઇઆરટી ગાંધીનગર દ્વારા પ્રથમવાર ધોરણ 1 થી 8ના અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક, લેખન, પરામર્શન, સમીક્ષા અને તાલીમ માટે શૈક્ષણિક સાહિત્ય નિર્માણકાર્ય માટે સ્ટેટ રિસોર્સ જૂથ પસંદગી પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં આર્ટસ એજ્યુકેશન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, ગણિત, શારિરીક શિક્ષણ, સંસ્કૃત, સાયન્સ, સામાજિક વિજ્ઞાન સહિત 11 વિષયમાં કુલ 342 પૈકી 123 શિક્ષકોએ પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો