તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં માત્ર 28 કેસ એક્ટિવ રહ્યા આજે કોરોનાનો એક પણ કેસ નહિ, 4 દર્દીઓએ કોરોનાને આપી માત

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક પણ તાલુકામાં કેસના નોંધાતા કોરના ગ્રાફ ઘટ્યો

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિના કાળ સમાન સાબિય થયા હતા. જેમાં દિવસેને દિવસે કોરોના કૂદકેને ભૂસકે વધી રહ્યો હતો ત્યારે સમગ્ર જિલ્લામાં બજારો સ્વૈચ્છિક પણે બંધ કરવાની ફરજ પડી જતી. જે બાદમાં જિલ્લામાં છેલ્લા વીસ દિવસથી કોરોના કેસોમાં ઘટાડો નોંધતો રહ્યો છે. જેમાં આજે મહેસાણા જિલ્લામાં 0 કેસના નોંધાતા તંત્ર અને નાગરિકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

જિલ્લામાં આજે નવા 645 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ 4 દર્દીઓએ આજરોજ કોરોનાને માત આપી પોતાના ઘટે પરત ફર્યા હતા. જિલ્લામાં હજુ પણ 28 કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે.

જિલ્લામાં આજ દિવસ સુધીમાં 129800 સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. જેમાંથી 116525 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમાં ગઈ કાલે લીધેલા 206 સેમ્પલનું રિજલ્ટ આવેલ જેમાં તમામ સેમ્પલનું રિઝલ્ટ નેગેટિવ આવેલ અને અન્ય લેબ ખાતે 0 કેસ નોંધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...