તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળસંકટ:ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માત્ર 18% પાણી, જ્યારે 6 ડેમમાં 30%થી 50% પાણી વપરાશલાયક

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાના સીપુ ડેમમાં માત્ર એક ટકા જેટલું જ પાણી છે. - Divya Bhaskar
બનાસકાંઠાના સીપુ ડેમમાં માત્ર એક ટકા જેટલું જ પાણી છે.
  • ઉત્તર ગુજરાતના 15માંથી 9 ડેમમાં 20%થી ઓછું પાણી
  • શુક્રવારથી હળવો વરસાદ શરૂ થશે, તા.11 થી 16 જુલાઇ વચ્ચે સાર્વત્રિક સારા વરસાદની હવામાન વિભાગની આગાહી
  • બનાસકાંઠાનો મુક્તેશ્વર અને સીપુ, સાબરકાંઠાનો ગોરઠીયા અને જવાનપુરા, અરવલ્લીનો લાંક ડેમ તળિયાઝાટક

જુલાઇ મહિનાનું પ્રથમ સપ્તાહ પૂરું થવાને આરે છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં સરેરાશ 12.80 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 24.07 ટકા જળસંગ્રહ પૈકી 18.87 ટકા પાણી વપરાશ લાયક છે. બનાસકાંઠાના મુક્તેશ્વર અને સીપુ, સાબરકાંઠાના ગોરઠીયા અને જવાનપુરા તેમજ અરવલ્લીના લાંક ડેમમાં વપરાશ લાયક પાણી ન બચતાં 15 પૈકી 5 ડેમમાં જળસ્તર તળિયે આવ્યું છે.

બીજી બાજુ એક માત્ર અરવલ્લી જિલ્લાના મેશ્વો ડેમમાં સાૈથી વધુ 43.41% પાણી છે. જ્યારે 4 ડેમમાં 10 ટકાથી ઓછું, 5 ડેમમાં 10 ટકાથી 20 ટકા અને 5 ડેમમાં 30 ટકા થી 40 ટકા પાણી રહ્યું છે. જળસંકટની આ સ્થિતિને લઇ મોટાભાગના ડેમોમાં પાણીનો જથ્થો પીવા માટે અનામત રખાયો છે. ત્યારે ખેંચાતા વરસાદ વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બની છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણાના એકમાત્ર ધરોઇ ડેમમાં 32.52% પાણીનો જથ્થો છે.

ઉત્તર ગુજરાતના 15 ડેમની હાલની સ્થિતિ

જિલ્લોડેમકુલસંગ્રહવપરાશલાયક
મહેસાણાધરોઇ32.52%26.41%
બનાસકાંઠામુક્તેશ્વર14.54%0%
બનાસકાંઠાદાંતીવાડા9.09%7.63%
બનાસકાંઠાસીપુ0.88%0%
સાબરકાંઠાગુહાઇ11.21%0.29%
સાબરકાંઠાજવાનપુરા5.81%0%
સાબરકાંઠાહરણાવ-230.12%24.18%
સાબરકાંઠાખેડવા13.86%1.64%
સાબરકાંઠાગોરઠીયા19.52%0%
અરવલ્લીવાત્રક32.36%20.60%
અરવલ્લીમાઝુમ37.54%25.12%
અરવલ્લીહાથમતી32.38%32.29%
અરવલ્લીલાંક0.56%0%
અરવલ્લમેશ્વો43.41%39.82%
અરવલ્લીવૈડી16.92%11.37%

સ્ત્રોત : નર્મદા અને જળસંપતિ વિભાગ)

હવામાન વિભાગના કહે છે.. 9 જુલાઇથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતમાં હજુ 2 દિવસ સારા વરસાદના કોઇ એંધાણ નથી. જોકે, આ દરમિયાન હળવા ઝાપટાંની શક્યતા છે. 10 જુલાઇએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની પ્રબળ શક્યતા છે. આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી મધ્ય પ્રદેશ સુધી આવશે. લો પ્રેશર સિસ્ટમની શરૂઆત સાથે 9 જુલાઇથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 9 મીએ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવા વરસાદની શક્યતા છે. 10 જુલાઇએ પણ ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે તા.11 થી 16 જુલાઇ વચ્ચે સાર્વત્રિક સારા વરસાદની શક્યતા પ્રબળ બની છે.

ઉ.ગુ.ના તમામ ડેમમાં 50%થી ઓછું પાણી

સ્થિતિડેમ
50% થી વધુ0

40% થી 50% વચ્ચે

1

30% થી 40% વચ્ચે

5

20% થી 30% વચ્ચે

0

10% થી 20% વચ્ચે

5
10% થી નીચે4

જિલ્લા પ્રમાણે પાણીની સ્થિતિ

જિલ્લોડેમજળસંગ્રહવરસાદ
મહેસાણા132.52%14.52%
બનાસકાંઠા37%13.68%
સાબરકાંઠા515.52%11.10%
અરવલ્લી633%8.11%
કુલ1524.07%11.57%

​​​​​​​

5 વર્ષમાં ઉત્તર ગુજરાતનો વરસાદ

વર્ષ20162017201820192020
ટકાવારી86.38135.7653.17121.9113.17
જૂન2886659073
જુલાઇ199721167103125
ઓગસ્ટ289130106376543
સપ્ટેમ્બર25315422283
ઓક્ટોબર6301958

(નોંધ : વરસાદ મીમીમાં દર્શાવ્યો છે)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...