કામગીરી બંધ:ડેટા સ્ટેટ સેન્ટર ગુરુવારે ડાઉન રહેતાં કચેરીઓમાં ઓનલાઇન સર્વિસ ઠપ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણા મામલતદાર કચેરીએ દસ્તાવેજ નોંધણી કરવા આવેલા અરજદારોને પણ ફેરો પડ્યો હતો - Divya Bhaskar
મહેસાણા મામલતદાર કચેરીએ દસ્તાવેજ નોંધણી કરવા આવેલા અરજદારોને પણ ફેરો પડ્યો હતો
  • મામલતદાર,RTO,પોલીસ ,પાલિકા સહિતની કચેરીઓમાં કામગીરી બંધ

ગાંધીનગર ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગથી ડેટા સ્ટેટ સેન્ટર સર્વર ગુરુવારે ડાઉન રહેતાં તેને સ્પર્શતી તમામ સરકારી ઓનલાઇન એપ્લીકેશનમાં કામકાજ ઠપ થયું હતું. મહેસાણામાં ઇધરા, ઇનગર, ડિઝીટલ ગુજરાત વગેરે એપ્લિકેશનથી સરકારી કચેરીઓમાં અરજદારોના ઓનલાઇન કામકાજ ગુરુવારે ઠપ રહેતાં અરજદારોને ફેરો પડ્યો હતો.

ડેટા સ્ટેટ સેન્ટર ગુરુવારે ઠપ્પ રહેવાના કારણે મામલતદાર, પાલિકા, પોલીસ, આરી.ટી.ઓ, કલેક્ટર, જિલ્લા પંચાયત સહિતની કચેરીઓમાં ઓનલાઇન કામકાજને અસર પહોચી હતી. મામલતદાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીમાં આવતા અરજદારોને ઓનલાઇન પ્રક્રિયા ન થઇ શકતા ફેરો પડ્યો હતો. આવકના દાખલા સહિતના સર્ટિફીકેટની કામગીરી એટીવીટીમાં ઠપ્પ રહી હતી.

પોલીસ સ્ટેશનોમાં ઓનલાઇન એફ.આઇ.આર એન્ટ્રીનું કામ અટવાઇ પડ્યું હતું. મહેસાણા તાલુકા પંચાયતમાં 15માં નાણાપંચમાં પંચાયતરાહે પેમેન્ટ ચૂકવણા અટકી પડતા કોન્ટ્રાક્ટરોના તાલુકા પંચાયતમાં ફેરા જોવા મળ્યા હતા. કલેકટર કચેરી સ્થીત એન.આઇ.સીના સુત્રોએ કહ્યુ કે, ગાંધીનગરથી ડેટા સ્ટેટ સેન્ટર ડાઉન રહેતા વર્ગમેન્ટ એપ્લીકેશન બુધવાર રાત્રથી કામકાજ બંધ રહ્યુ છે, ડેટા સ્ટેટ સેન્ટર કાર્યાન્વિત થયે તમામ એપ્લીકેશનથી કામકાજ રાબેતામુજબ થઇ થશે.

અન્ય સમાચારો પણ છે...