તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ONGCના એન્જિનિયરને ઓનલાઇન ટ્રાન્જેકશન કરાવી 28.90 લાખ ખંખેર્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના અધિકારીએ ઠગ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
  • વિદેશથી પૈસા, દાગીના અને કપડાનું કુરીયર આવવાના બહાને છેતર્યા

મહેસાણા નજીકના પાલાવાસણા વિસ્તારમાં રહેતાં અોઅેનજીસીના અેક્જીક્યુટિવ અેન્જિનિયરને ગત ફેબ્રુઅારી મહિનામાં અજાણ્યા શખ્સે સોશિયલ મિડીયામાં અેકાદ મહિનાની ફ્રેન્ડશીપ બાદ વિદેશથી પૈસા, દાગીના અને કપડાનું કુરીયરના બહાને છેતર્યા હતા. ઠગે માત્ર 36 દિવસમાં 23 વખત અેન્જિનિયર પાસે અોનલાઇન ટ્રાન્જેકશન કરાવી રૂ.28.90 લાખ ખંખેર્યા હતા.

પાલાવાસણાના રિદ્ધિ સિદ્ધિ બંગ્લોઝમાં રહેતાં અને અોઅેનજીસીના અેક્જીક્યુટિવ અેન્જિનિયર શરદચંદ્ર રામવિલાસ રાજારામ 28 દિવસ અાસામ અને 28 દિવસ મહેસાણા ખાતે ફરજ બજાવે છે. ગત તા.2 જાન્યુઅારી 2021 ના રોજ તેઅો અાસામ ખાતે ફરજ પર હતા. ત્યારે તેમના સોશિયલ મિડીયા અેકાઉન્ટમાં રીક્વેસ્ટ મોકલી ડો.પુગેલ રોઝ નામની વ્યક્તિઅે ફ્રેન્ડશીપ કરી હતી. અેકાદ મહિનાની વાતચીત બાદ ઠગે શરદચંદ્રનો વિશ્વાસ જીતી તેમના માટે પૈસા, દાગીના અને કપડાનું કુરીયર મોકલવાની વાત કરી હતી.

કુરીયર લેવા ઠગે પ્રથમ રૂ.87300 પડાવ્યા હતા. ત્યાર બાદ છેતરપિંડીનો દોર શરૂ થતાં માત્ર 36 દિવસમાં અેક પછી અેક 23 વખત અોનલાઇન ટ્રાન્જેકશન દ્વારા કુલ રૂ.2890593 પડાવ્યા હતા. અા માટે ઠગે દિલ્હી કસ્ટમ અોફિસ, ઇન્કમટેક્ષ, ઇન્ટરનેશનલ મોનીટરીંગ ફંડ સહિતના બહાને રૂપિયા પડાવ્યા હતા.

અા મામલે અેન્જિનિયરે પ્રથમ મહેસાણા સાયબર ક્રાઇમમાં અરજી અાપ્યા બાદ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અા મામલે અેક શખ્સ વિરૂધ્ધ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી અેમેન્ડમેન્ટ અેક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...