તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ચડાસણામાં ONGCની પાઇપો ચોરનાર 2 પકડાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભંગારીયા પાસેથી 45 હજારની પાઈપો કબજે લેવાઈ

બહુચરાજી તાલુકાના ચડાસણા ગામની સીમમાં ઓએનજીસી વેલ પર થયેલી રૂ.45 હજારની પાઈપ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી નાખ્યો છે. ચોરીના ગુનામાં ધારપુરાના 2 શખ્સોની ધરપકડ કરી ભંગારીયા પાસેથી પાઇપોનો મુદ્દામાલ રીકવર કરાયો છે.

ચડાસણા સીમમાં ઓએનજીસીના તેલકૂવા નંબર બહુચરાજી-42 ઉપર ખાનગી કોન્ટ્રાક્ટરની પાઈપો પડી હતી. ગત 11 થી 17 ઓગસ્ટ દરમિયાન રૂ.45 હજારની કિંમતની 3 પાઈપો ચોરી થઇ હતી. જે અંગે ઓએનજીસીના અધિકારીએ બહુચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ એમ.જે. બારોટના જણાવ્યા મુજબ, 2016-17માં ચોરીનું લોખંડ ખરીદનારા રામાભાઇ મારવાડી નામના ભંગારીયાને ત્યાં શંકાના આધારે તપાસ કરતાં ત્યાંથી ઓએનજીસીની ચોરાયેલી 3 પાઇપો મળી આવી હતી. જેની પૂછપરછમાં ધારપુરા માઢપાટીના સોલંકી ભાથીજી ઉર્ફે અજયસિંહ અદિતસંગ અને વચલીપાટીના સોલંકી અદાજી દિપસંગજીના નામ ખૂલ્યા હતા. આ બંને શખ્સોને ટાઉનમાંથી ઝડપી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...