તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:વિજાપુર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા કોરોનાની દવાની એક હજાર કીટો તૈયાર કરાઈ

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના તમામ ગામડાઓમાં આ કીટોનું વિતરણ કરાશે

મહેસાણા જિલ્લાની સાથે વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતી દ્વારા તાલુકાના ગામડાઓમાં કોરોના મહામારીને લડત આપવા માટે કોરોનાના દર્દીઓ માટે પાંચ દીવસનો ડોઝ મળી રહે તે માટે જિલ્લાના આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ દસ હજાર જેટલી કીટો તૈયાર કરવામાં આવી છે.

હાલમાં દવાઓની અછત ના કારણે એક હજાર કીટો તૈયાર કરવામાં આવી છે. જ્યારે બીજી નવ હજાર કીટો તૈયાર થઈ રહી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ વધુને વધુ નોંધાઇ રહ્યાં છે. જેમાં કેટલાક લોકોને દવાઓ માટે દરબદર ભટકવું પડે છે જેને લઈને ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના ચેરમેન રમણભાઈ પટેલે ડિરેક્ટરોના ખર્ચે દસ હજાર કીટોનું વિતરણ કરવાની જહેમત ઉઠાવી છે. જોકે, હાલમાં એક હજાર જેટલી કીટો તૈયાર કરવામાં આવી છે. બાકીના નવ હજાર કીટો તૈયાર થઈ રહી છે. જે તાલુકાના બોતેર ગામડાઓમાં વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો