હવામાન વિભાગની આગાહી:ઉત્તર ગુજરાતમાં 22મીથી માવઠાનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, 21મીએ સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ રચાશે

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ડીસા 10.8 ડિગ્રી સાથે રાજ્યનું બીજું ઠંડું શહેર, મહેસાણામાં ઠંડી પોણો ડિગ્રી ઘટી 11.1 થઇ

સોમવારે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દોઢ ડિગ્રી સુધી ઘટ્યું હતું. 8.8 ડિગ્રી સાથે નલિયા પ્રથમ અને 10.8 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું બીજું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. વાતાવરણમાં થનાર ફેરફારના કારણે 72 કલાક બાદ ઉ.ગુ.માં ઠંડી વધુ 2- 3 ડિગ્રી ઘટશે.

હવામાન વિભાગ મુજબ, ઉત્તર ગુજરાતમાં આગામી 72 કલાક સુધી ઠંડીની આ સ્થિતિ હજુ યથાવત રહી શકે છે. બીજી બાજુ તા.21 જાન્યુઆરીએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ રચાય તેવી પ્રબળ શક્યતા છે. જેના કારણે 21મીથી ઉત્તર ગુજરાત વાદળછાયું બનશે અને 22મીથી વધુ એક વખત કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ઉલ્લેખનિય છે કે, આ સાથે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીમાં બીજી વાર અને શિયાળુ સિઝનમાં 5મી વાર માવઠાનું સંકટ તોળાયું છે.

ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો

મહેસાણા11.1 (+0.7) ડિગ્રી
પાટણ11.0 (+0.7) ડિગ્રી
ડીસા10.8 (+1.6) ડિગ્રી
ઇડર11.0 (+0.6) ડિગ્રી
મોડાસા12.8 (+0.3) ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...