સંક્રમણ:મહેસાણા જિલ્લામાં સ્વાઇન ફ્લુનો વધુ એક કેસ નોંધાયો, 35 કોરોના સંક્રમિતો

મહેસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં 21, સાબરકાંઠા 16 અને પાલનપુરમાં 8 સહિત ઉ.ગુ.માં કોરોનાના 80 કેસ
  • 35 કેસ સામે 75 દર્દીઓ સ્વસ્થ થતાં એક્ટિવ કેસ ઘટીને 376 થયા

મહેસાણા જિલ્લામાં બુધવારે સ્વાઇન ફ્લુના 2 શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા. જે પૈકી 1 દર્દી પોઝિટિવ આવ્યો હતો. હાલની સ્થિતિમાં જિલ્લામાં સ્વાઇન ફ્લુનો એક પણ દર્દી હોસ્પિટલાઇઝ નથી. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના 7 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે.

બીજી બાજુ જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 12 અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 23 સંક્રમિતો મળી કુલ 35 સંક્રમિતો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 14 કેસ મહેસાણાના રહ્યા હતા. આ ઉપરાંત કડીમાં 9, વિસનગર, બહુચરાજી અને વિજાપુરમાં 3-3 કેસ તેમજ વડનગર, ખેરાલુ અને ઊંઝામાં 1-1 કેસ નોંધાયો હતો. સારવાર લઇ રહેલા 75 દર્દીઓ એકસાથે સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.

સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ સામે ડિસ્ચાર્જની સંખ્યા વધુ રહેતાં કોરોના એક્ટિવ કેસ ઘટીને 376એ રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા 1717 સેમ્પલ સાથે 2011 સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ રહ્યો છે. ઉ.ગુ.માં કોરોનાના 80 કેસમાં પાટણમાં 21, સાબરકાંઠામાં 16, પાલનપુરના 8કેસનો સમાવેશ થાય છે.

કોરોનાના 35 કેસની સ્થિતિ

વિસ્તારશહેરીગ્રામ્યકુલ
મહેસાણા5914
કડી369
વિસનગર123
બહુચરાજી033
વિજાપુર213
વડનગર011
ખેરાલુ011
ઊંઝા101
કુલ122335

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...