તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડ્રાઈવરને ઝોકું આવતાં કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઇડે પલટી, એકનું મોત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા-ઊંઝા હાઈવે પર મોટીદાઉ પાટિયા પાસે અકસ્માતમાં 2 ને ઇજા
  • મુંબઈનો પરિવાર અજમેર જતો હતો, શુક્રવારે પરોઢે અકસ્માત

મહેસાણા-ઊંઝા હાઈવે પર મોટીદાઉ પાટિયા પાસે શુક્રવારે વહેલી સવારે કારના ડ્રાઈવરને ઝોકું આવી જતાં ડિવાઈડર કૂદીને રોંગ સાઇડે પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એકનું મોત થયું હતું, જ્યારે બે લોકોને ઈજા થઇ હતી. મુંબઈથી મુસ્લિમ પરિવાર અજમેર જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો.મુંબઈના હયાત મહંમદ નઝીરખાન, સમીર આમીન સિકલવાડ અને સાબીર અલી મશીહુદ્દીન ટોયોટા કાર (એમએચ 04 ઈક્યુ 2935) લઈને અજમેર જવા નીકળ્યા હતા.

શુક્રવારે વહેલી સવારે મોટીદાઉ પાસે ડ્રાઈવરને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી રોંગ સાઈડમાં ઉંચેથી નીચે પટકાઈ હતી. તેથી કારમાં સવાર 3 લોકો પૈકી સાબીરઅલી મશીહુદ્દીનનું મોત થયું હતું, જ્યારે અન્ય બેને ઈજા થતાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં મૃતદેહનું પીએમ કરી તેમજ ઈજાગ્રસ્તોને સારવાર આપી મુંબઈ રવાના કરાયા હતા. આ અંગે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...