અકસ્માત:ઓવરટેક કરવાની લ્હાયમાં આઇસર ટર્બોની પાછળ અથડાતાં એકનું મોત

નંદાસણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા- અમદાવાદ હાઇવે પર ચાંદરડા પાટિયા પાસે અકસ્માત
  • આઇસર પાટણથી બટાકા ભરી વલસાડ જતું હતું, સિદ્ધપુરના યુવકનું મોત

મહેસાણા- અમદાવાદ હાઇવે પર કડીના ચાંદરડા પાટિયા નજીક આઇસર ગાડી ઓવરટેક કરવા જતાં ટર્બો ગાડીની પાછળ અથડાઇ હતી. જે અકસ્માતમાં આઇસરમાં કંડકટર સીટ પર બેઠેલા યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું.

સિદ્ધપુરનો મુસરાખાન બલોચ અને પાટણનો ડ્રાઇવર હૈદરઅલી સૈયદ આઇસરમાં પાટણથી બટાકાની બોરીઓ ભરી શુક્રવારે રાત્રે 9:30 વાગે વલસાડ જવા માટે નીકળ્યા હતા. ત્યારે રાત્રે 12:30 વાગે નંદાસણ નજીક ચાંદરડા પાટિયા પાસે આઇસર ગાડી (GJ 16W 2784)ના ચાલકે ટર્બો ગાડી (GJ 01 TY 9038)નો ઓવરટેક કરવા જતાં આઇસર ટર્બોની પાછળ અથડાઇ પડી હતી.

જેમાં આઈસરમાં કંડકટર સીટ પર બેઠેલા સિદ્ધપુરના મુસરાખાન હુસેનખાન બલોચના શરીરે ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતું. આ બાબતે મૃતકના પિતા હુસેનખાન બલોચે નંદાસણ પોલીસ સ્ટેશનમાં આઈસરચાલક હૈદરઅલી સૈયદ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...