ઉત્તર ગુજરાતમાં સવા ઇંચ સુધી વરસાદ:વિજાપુરમાં એક ઇંચ વરસાદ; ડીસા શહેરમાં વીજળી પડતાં મહિલાનું મોત

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણા બિલાડીબાગમાં લાઈટનો થાંભલો અને ઝાડ પડ્યું - Divya Bhaskar
મહેસાણા બિલાડીબાગમાં લાઈટનો થાંભલો અને ઝાડ પડ્યું
  • આજે સાર્વત્રિક વરસાદની આગાહી, મહેસાણા, કડી, વિજાપુર, વડનગર, સતલાસણા અને ખેરાલુમાં ઝાપટાં પડ્યાં
  • ઇડર અને વિજયનગરમાં સવા ઇંચ, પોશીનામાં પોણો ઇંચ અને દાંતામાં અડધો ઇંચ વરસાદ

ઉ.ગુજરાતમાં અસહ્ય ઉકળાટ બાદ રવિવારે ઇડર અને વિજયનગરમાં સવા ઇંચ, પોશીનામાં પોણો ઇંચ, વિજાપુરમાં એક ઇંચ તેમજ દાંતામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં. ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં શનિવારે રાત્રે લઘુશંકા જવા નીકળેલી 34 વર્ષિય વિજાબેન નરેશભાઇ રબારી ઉપર વીજળી પડતાં મોત થયું હતું. રવિવાર સાંજે 6 વાગે પૂરાં થતાં 24 કલાકમાં મહેસાણા, સતલાસણા, વિજાપુર, વડનગર, ખેરાલુ અને કડીમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં થયાં હતાં. વિજાપુરમાં રવિવારે સવારે 4 થી 6માં એક ઇંચ વરસ્યો હતો.

રવિવારે સવારથી ઉકળાટ બાદ સાંજના 5 વાગ્યા પછી ઠંડા પવનના સુસવાટા સાથે હળવો વરસાદ પડતાં ઠંડક પ્રસરી હતી. મહેસાણામાં 7 મીમી, સતલાસાણામાં 6 મીમી, વડનગરમાં 7 મીમી, ખેરાલુમાં 2 મીમી અને કડીમાં એક મીમી વરસાદ નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ ઉ.ગુ.માં એકથી 4 ઇંચ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

મહેસાણા બિલાડીબાગમાં લાઈટનો થાંભલો અને ઝાડ પડ્યું
મહેસાણા શહેરમાં રવિવારે સાંજે સુસવાટાભેર પવન સાથે પડેલા વરસાદી ઝાપટામાં બિલાડી બાગમાં નુકસાન થયું હતું. બાગમાં એક હાઇમાસ્ક સ્ટ્રીટ લાઈટનો ટાવર તૂટી પડયો હતો અને એક વૃક્ષ પણ પડી ગયું હતું. જેને તાત્કાલિક હટાવી દૂર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...