ઉમેદવારોએ ફોર્મ ભર્યાં:ભાજપમાંથી એક, આપમાંથી 3 અને બે અપક્ષોએ ફોર્મ ભર્યાં

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં વધુ 6 ફોર્મ ભરાયાં, ગુરુવાર છેલ્લો દિવસ
  • કડી, ઊંઝામાં આપ તેમજ ખેરાલુ અને વિસનગરમાં અપક્ષે ફોર્મ ભર્યુ

મહેસાણા જિલ્લામાં મંગળવારે વિજાપુર બેઠક પર ભાજપે, કડી અને ઊંઝા બેઠક પર આમ આદમી પાર્ટીએ તેમજ ખેરાલુ અને વિસનગર બેઠક પર અપક્ષ ઉમેદવાર મળી કુલ છ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. 7 વિધાનસભા બેઠકમાં મંગળવાર સુધીમાં મહેસાણા બેઠકની બાદ કરતાં તમામ બેઠકો પર ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઇ છે.

છેલ્લા બે દિવસ ચૂંટણી કચેરીઓમાં ફોર્મ ભરવા ભીડ જામશે. વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર રમણભાઇ ધુળાભાઇ પટેલે, ઊંઝા બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી ઉર્વિશકુમાર બાબુભાઇ પટેલે તેમજ ભાનુભાઇ કાંતિલાલ પટેલ એમ બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે કડી બેઠક પર હરગોવનભાઇ કરશનદાસ ડાભીએ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. ખેરાલુ બેઠક પર આલોકરાય હીરાલાલ તેમજ વિસનગર બેઠક પર ઉપેન્દ્રકુમાર શંકરલાલ પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. હજુ તા.17મી સુધી ફોર્મ ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...