તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હવામાન:બહુચરાજીમાં દોઢ ઇંચ, 3 તાલુકામાં હળવો વરસાદ, વિસનગરમાં 6 મીમી,વડનગરમાં 5 મીમી,વિજાપુરમાં 4 મીમી વરસાદ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બહુચરાજીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વિજાપુર, વડનગર અને વિસનગરમાં હળવો વરસાદ વરસ્યો હતો. મહેસાણા જિલ્લામાં બુધવારે ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે રાતે સાતેક વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે ગાજવીજ સાથે બહુચરાજીમાં દોઢ ઇંચ અને વિજાપુરમાં 4 મીમી જેટલો હળવો વરસાદ વરસ્યો હતો.

બીજીબાજુ ગુરુવાર સવાર થી બપોર સુધી 35 ડિગ્રી ગરમી વચ્ચે ભારે ઉકળાટ વર્તાયો હતો. જો કે સાંજે 4 વાગ્યા બાદ ફરી એક વાર વાદળોના ગર્જના સાથે વડનગરમાં 5 મીમી અને વિસનગરમાં 6 મીમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારે ઉત્તર ગુજરાતને વરસાદ આપતી એક પણ સિસ્ટમ એક્ટિવેટ ન હોવાના કારણે વરસાદની શકયતા નહિવત છે. જો કે, ગરમી અને હવામાં વધુ પડતા ભેજના કારણે સ્થાનીક કક્ષાએ જો લો-પ્રેસર સિસ્ટમ બને તો ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો