તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવતી અમાસે અમૃત વેર્યું:હારિજમાં દોઢ, વડનગરમાં અડધો ઈંચ વરસાદ

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડનગર પંથકમાં સોમવારે સાંજે વરસાદી ઝાપટું પડતાં પાણી રેલાયાં હતાં. સાથે વાતારવરણમાં ઠંડક પ્રસરી હતી. - Divya Bhaskar
વડનગર પંથકમાં સોમવારે સાંજે વરસાદી ઝાપટું પડતાં પાણી રેલાયાં હતાં. સાથે વાતારવરણમાં ઠંડક પ્રસરી હતી.
  • આગાહી : મહેસાણા સહિત ઉ.ગુ.માં આજથી ચાર દિવસ અઢી ઇંચ સુધી વરસાદ પડશે
  • ઉ.ગુ.માં દિવસભર અસહ્ય ઉકળાટ બાદ સાંજે મેઘમેહર, બનાસકાંઠાના જલોત્રામાં 2 અને વિજયનગરમાં 1 ઇંચ પડ્યો

ઉત્તર ગુજરાતમાં સોમવાર સવારે વરસાદના વિરામ વચ્ચે ઉઘાડ નીકળ્યો હતો. જેને લઇ બપોર સુધીમાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. ભેજયુક્ત વાતાવરણ વચ્ચે ગરમી વધતાં અસહ્ય ઉકળાટનો કહેર વરસ્યો હતો. જોકે, સાંજના 4 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ સાંજે 6 વાગ્યા સુધીમાં 11 તાલુકામાં હળવાથી 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના વડગામના જલોત્રામાં બે ઈંચ, પાટણ જિલ્લાના હારિજમાં દોઢ ઈંચ, વિજયનગરમાં એક ઇંચ તેમજ વડગામ, ધાનેરા, વડનગરમાં અડધો ઇંચ પડ્યો હતો. જ્યારે દાંતા, અમીરગઢ, મહેસાણા, પાલનપુર, ભિલોડા, દાંતીવાડા અને વડાલીમાં ઝાપટાં પડ્યાં હતાં.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમની અસરના કારણે સોમવાર સવારે કચ્છ ઉપર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ રચાઇ હતી. જેના કારણે સોમવાર સાંજથી વાતાવરણમાં પલટો આવતાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. દિવસભરના વિરામ બાદ સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ હારિજમાં દોઢ ઈંચ, સરસ્વતી તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત સિદ્ધપુરમાં નવ અને પાટણમાં 8 મીમી વરસાદ નોંધાયો છે. ચાણસ્મા, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકા કોરાધાકોર રહ્યા હતા.

સાબરકાંઠાના વિજયનગરમાં સાૈથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપરાંત, વડગામના જલોત્રામાં બે ઈંચ અને ધાનેરામાં 15-15 મીમી, વડનગરમાં 10 મીમી, દાંતામાં 8 મીમી, અમીરગઢમાં 4 મીમી, મહેસાણા, પાલનપુર અને ભિલોડામાં 2-2 મીમી, દાંતીવાડા અને વડાલીમાં 1-1 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલના કારણે સાંજના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સોમવારે મોડી સાંજે મહેસાણા શહેર સહિત જિલ્લામાં છુટાંછવાયાં વરસાદી માહોલ સર્જાતાં ઝાપટાં નોંધાયાં હતાં.

બંગાળની ખાડીની લો-પ્રેશર સિસ્ટમના કારણે આજથી ઉ.ગુ.માં વરસાદનો રાઉન્ડ જામશે
હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીની લો-પ્રેશર સિસ્ટમના કારણે મંગળવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડની શરૂ થશે. સોમવારની સ્થિતિએ 10 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતના 76%થી વધુ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન પાંચેય જિલ્લામાં 2.5 મીમીથી માંડી 2.50 ઇંચ સુધીના વરસાદની શક્યતા છે. જ્યારે તા.8 અને 9 સપ્ટેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 2.50 ઇંચથી લઇ 4.62 ઇંચ સુધીનો ભારે વરસાદ વરસી શકે છે.

વરસાદી ઝાપટાંથી કઠોળ પાકને પાણીની રાહત
મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં સમી સાંજે વરસાદી માહોલ સર્જાયા બાદ ઝરમર અને વરસાદી ઝાપટું વરસતાં ખેડૂતોએ વાવેતર કરેલા દીવેલા,ઘાસચારો, બીટીકપાસ અને કઠોળ પાકને એક સપ્તાહ માટે પાણીની રાહત થઈ હતી. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ આજથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાને લઇ ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...