તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:દિયોદરમાં દોઢ ઇંચ, વડનગરમાં 5 અને ઊંઝામાં 3 મીમી વરસાદ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેરમાં ઝાપટું વરસ્યું, હવામાં ભેજના કારણે બફારાથી લોકો ત્રાસી ગયા

મહેસાણા જિલ્લામાં ગુરૂવાર સાંજે 6 થી શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં વડનગરમાં 5 મીમી અને ઊંઝામાં 3 મીમી વરસાદ વરસ્યો હતો. તેમજ મહેસાણા શહેર સહિત જિલ્લામાં બપોરના સમયે હળવું ઝાપટું પડ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં દિયોદરમાં 34, સુઇગામમાં 11, અમીરગઢમાં 8, પાલનપુરમાં 6, દાંતીવાડામાં 3 અને દાંતા 2 મીમી વરસાદ નોંધાયો હતો.

વરસાદના કારણે શુક્રવારે હવામાં ભેજનું પ્રમાણ 70%થી 90%ની વચ્ચે રહ્યું હતું. સવારે વધુ પડતા ભેજના કારણે વાતાવરણ ધૂંધળું બનતાં વિઝિબિલીટી 10 કિમીની થઇ હતી. બફારાનું પ્રમાણ વધતાં લોકો ત્રાસ્ત બન્યા હતા. જ્યારે ઉત્તર ગુજરાત અને ઉપરવાસમાં વરસાદના કારણે 15 પૈકી હરણાવ-2 ડેમમાં 100 ક્યુસેક તેમજ અરવલ્લીના માઝુમ ડેમમાં 50 અને લાંક ડેમમાં 10 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

48 કલાક છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટાંની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે અને રવિવારે ઉત્તર ગુજરાતના છુટાછવાયાં વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. વાતાવરણ સામાન્ય થતાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. સોમવારે હળવા વરસાદની શક્યતા બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...