ઇમ્પેક્ટ ફીમાં વધારો:ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા દોઢી ફી ચૂકવવી પડશે

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બિનઅધિકૃત બાંધકામો નિયમિત કરવા વર્ષ 2011 કરતાં વર્ષ 2022માં ઇમ્પેક્ટ ફીમાં દોઢ ગણો વધારો કરાયો
  • વટહુકમ બહાર પડ્યાના 23 દિવસમાં મહેસાણા પાલિકામાં ઇ-નગર મારફતે હજુ બાંધકામ નિયમિત કરવાની એકપણ અરજી નોંધાઇ નથી

બિનઅધિકૃત બાંધકામો નિયમિત કરી આપવા 10 વર્ષ પછી ફરી તક આપતી વ્યવસ્થામાં ઇમ્પેક્ટ ફીના દરમાં સરેરાશ દોઢ ગણો વધારો કરવામાં આવ્યો છે. તેમાંયે ખાસ કરીને નગરપાલિકાઓના અધિકારી-કર્મચારીને કાર્યશિબિરમાં સ્પષ્ટ સૂચના મુજબ બિનઅધિકૃત બાંધકામો નિયમિત કરવાની નિયત કરાયેલી સમય મર્યાદામાં વધારો કરવામાં આવશે નહીં. જોકે, વટહુકમ બહાર પડ્યાના 23 દિવસ થયા ત્યાં સુધી મહેસાણા નગરપાલિકામાં ઇ-નગર મારફતે હજુ બિનઅધિકૃત બાંધકામ નિયમત કરવાની એકપણ અરજી નોંધાઇ નથી. હજુ આગામી 17 ફેબ્રુઆરી 2023 સુધી એટલે કે વટહુકમથી ચાર મહિના સુધી અરજી કરી શકાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

બિનઅધિકૃત બાંધકામો નિયમિત કરવાના વટહુકમ પછી તેની અમલવારી કરવાની કાર્યપદ્ધતિ અંગે નગરપાલિકાઓના અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યશિબિર યોજી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં કોમર્શિયલ પાર્કિંગના કિસ્સાઓમાં નિયંત્રણ લાઇનો (રેરા કાયદામાં) પૈકી આવતી હોય તો નિયમિત થઇ શકશે નહીં. આ ઉપરાંત, ઇમ્પેક્ટ ફીની અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે આ છેલ્લી તક અપાઇ રહી છે. માર્જીનભંગ, રહેણાકમાં કોમર્શિયલ બાંધકામોના કિસ્સાઓમાં મિલકતદારોને ઇમ્પેક્ટ ફીથી અનધિકૃત બાંધકામ નિયમિત કરાવવાના કાયદાથી અવગત કરાવવા કાર્યશિબિરમાં સુચવાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

કોમર્શિયલ પાર્કિંગમાં જંત્રી દરના 25થી વધારી 30% કરાયા
નિયમોને આધિન ઇમ્પેક્ટ ફીથી ખૂટતા પાર્કિંગ માટેની ફી લઇને બાંધકામ નિયમિત કરવામાં વર્ષ 2011 વખતે રહેણાંક પાર્કિંગના કિસ્સામાં જંત્રી દરના 10 ટકા હતા, જે વધારીને વર્ષ 2020માં જંત્રી દરના 15 ટકા કરાયા છે. જ્યારે કોમર્શિયલ પાર્કિંગમાં જંત્રી દરના 25 ટકા હતા, તે વધારીને 30 ટકા કરવામાં આવ્યા છે.

માર્જિન, બિલ્ટઅપ સહિત નિયમબદ્ધ થઇ શકશે
માર્જિન, બિલ્ટઅપ, મકાનની ઊંચાઇ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિંગ (ફક્ત 50 ટકા માટે ફી લઇ નિયમબદ્ધ થઇ શકશે), કોમનપ્લોટ (ફક્ત 50 ટકા કવરેજની મર્યાદાને આધિન અને માત્ર મળવાપાત્ર ઉપયોગ), સેનેટરી સુવિધા નિયમોને આધિન નિયમિત કરાવી શકાશે.

ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા ફીનું ધોરણ

ગેરકાયદે બાંધકામ વિસ્તાર

વર્ષ-2011વર્ષ-2022

50 ચોરસ મીટર સુધી

રૂ.2000રૂ.3000

50 થી 100 ચો.મીટર સુધી

રૂ.2000+રૂ.2000રૂ.3000+રૂ. 3000

100 થી 200 ચોરસ મીટર

રૂ.4000+રૂ. 4000રૂ.6000+રૂ.6000

200 થી 300 ચોરસ મીટર

રૂ.8000+રૂ.4000

રૂ.12000+રૂ.6000

300 ચો.મીટરથી વધુ

રૂ.12000+રૂ.100 ચો.મી.દીઠરૂ.18000+રૂ.150 ચો.મી.દીઠ
અન્ય સમાચારો પણ છે...