તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવજાત શિશુ મળવાનો સીલસીલો યથાવત:ફરી એક વાર પાપ છુપાવવા નવજાત મૃત શીશુ વડનગર બસ સ્ટેન્ડ પાસે કોઈ ફેંકી ગયું

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 10 દિવસમાં ત્રીજી ઘટના

મહેસાણા જિલ્લા માં આવેલ વડનગર માંથી આજે એક અજાણી મહિલા અધૂરા માસે જન્મેલા મૃત નવજાત શિશુને વડનગર બસ સ્ટેશન પાસે મૂકી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે જઇ તપાસ શરૂ કરી હતી.

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી નવજાત શિશુઓને જન્મતાની સાથે જ ફેંકી દેવાની ઘટના બંધ થવાનું નામ નથી લઇ રહી. જેમાં અગાઉ વડનગરના એક ગામથી અને મહેસાણા નૂગર બાયપાસથી તાજા જન્મેલા નવજાત શિશુ મળી આવતા ફરિયાદ નોંધાઇ હતી. જોકે જિલ્લામાં ફરી એક વાર વડનગરના બસ સ્ટેન્ડના ગેટ પાસે અધૂરા માસે જન્મેલ નવજાત મૃત સીસું ફેંકી ફરાર થયું છે.

વડનગરમાં રહેતા એક યુવાને રાત્રી દરમિયાન પેટ્રોલ પુરાવા નીકળ્યો હતો. એ દરમિયાન તેણે બસ સ્ટેન્ડના ગેટ પાસે તાજું જન્મેલ નવજાત શિશુ જોતા ચોકી ઉઠ્યો હતો. જોકે યુવાન અને તેનો ભાઈ આ નવજાત શિશુ પાસે જઈ તપાસ કરતા આ નવજાત શિશુ મૃત હાલતમાં પડેલું જોવા મળ્યું હતું. જોકે યુવાને તાત્કાલિક 108નો સંપર્ક કરતા ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે તબીબે તપાસમાં શીશુને મૃત થયેલ જણાવ્યું હતું. જોકે બાદમાં પોલીસને જાણ થતાં સમગ્ર મામલે વડનગર પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...