• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • On The Second Day, Up To 3 Inches Of Rain In 31 Talukas Of Mavthu, North Gujarat, Thunderstorms In 8 Talukas Including Five Inches In Mehsana

કમોસમી વરસાદ:બીજા દિવસેય માવઠું, ઉત્તર ગુજરાતના 31 તાલુકામાં 3 ઇંચ સુધી વરસાદ, મહેસાણા, ખેરાલુમાં પોણા ઇંચ સહિત 8 તાલુકામાં ઝાપટાં

મહેસાણા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરસ્વતી પંથકમાં સવા બે ઇંચ વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણી ભરાયાં છે. - Divya Bhaskar
સરસ્વતી પંથકમાં સવા બે ઇંચ વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણી ભરાયાં છે.
  • પાલનપુરમાં 3 ઇંચ, દાંતામાં અઢી ઇંચ, સમી, સરસ્વતી અને વડગામમાં સવા બે ઇંચ, પાટણમાં બે ઇંચ વરસાદ

ઉ.ગુ.માં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમથી બદલાયેલા વાતાવરણના કારણે શુક્રવારે બીજા દિવસે પણ ઉત્તર ગુજરાતના 31 તાલુકાઓમાં 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. મહેસાણા મહેસાણા અને ખેરાલુ તાલુકામાં ગુરુવારે સાંજે 6 થી શુક્રવારે સાંજે 6 સુધીના 24 કલાકમાં પોણા ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઊંઝા, જોટાણા, વડનગર, વિજાપુર, વિસનગર અને સતલાસણામાં હળવા વરસાદી ઝાપટાં થયાં હતાં. પાટણ જિલ્લામાં સમી અને સરસ્વતીમાં સવા બે, પાટણમાં બે, રાધનપુર, સાંતલપુર અને સિદ્ધપુરમાં સવા ઇંચ સહિત 8 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

આ કમોસમી વરસાદથી ખેતી સાથે ઇંટભઠ્ઠા અને મીઠાના ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં 3 ઇંચ, દાંતામાં અઢી ઇંચ, વડગામમાં સવા બે ઇંચ તેમજ કાંકરેજ, થરાદ, દિયોદર અને ધાનેરામાં દોઢ ઇંચ સહિત 14 તાલુકામાં વરસાદ થયો હતો. સાબરકાંઠાના પોશીનામાં પણ દોઢ ઇંચ વરસ્યો હતો. મહેસાણામાં શુક્રવારે સવારે 8 થી 10માં 10 મીમી, ખેરાલુમાં રાત્રે 12 થી 2માં 20 મીમી અને વડનગરમાં 7 મીમી વરસાદ થયો હતો. જ્યારે વિજાપુરમાં 5 મીમી, વિસનગરમાં 4 મીમી અને સતલાસણામાં 8 મીમી નોંધાયો હતો.

દરમિયાન, અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુરૂવારથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. શનિવારે પણ ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હ‌ળવાથી લઈને મધ્યમ વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં શનિવારે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. શુક્રવારે મહત્તમ તાપમાનમાં 0.1 ડિગ્રીનો ઘટાડો થઈને 22.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રીનો ઘટાડો ...અનુસંધાન પાન-2

અન્ય સમાચારો પણ છે...