• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • On The Roads Of Vijapur, Sewage Water Flows On The Road Like A River. Despite Making Several Representations To The System The Result Is Zero

સમસ્યા:વિજાપુરના રસ્તાઓ પર નદીની માફક ગટરનું પાણી રોડ પર વહે છે, તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય

મહેસાણા8 મહિનો પહેલા
  • ગટરનું પાણી આમ રોડ પર વહેતાં સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની ભીતિ
  • આગામી સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ભુખ હડતાળ પર જવા ચીમકી

રાજ્યભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. જોકે, પાછલા કેટલાક સમયથી કોરોના કેસ સતત ઘટી રહ્યાં છે. જ્યારે તંત્રની બેદરકારીથી વધુ રોગચાળો ફેલાય તો નવાઇ નહીં. મહેસાણાના વિજાપુરના શહેરી વિસ્તારમાં ગટરો ઉભરાઇને વરસાદી પાણીની માફક રોડ પર ગંદુ પાણી ફેલાતાં શહેરીજનોમાં રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઇ છે. છે. ગટરોનું પાણી રોડ પર આવતાં સ્થાનિકો દ્વારા તંત્રને આ અંગં કેટકેટલીય રજૂઆતો કરાઇ છે છતાં તેનું પરિણામ શુન્ય જ આવ્યું છે.

વિજાપુરના મહાબીબીના ફળીથી કસાઇ વાડા ચક્કર સુધી ગટરો ઉભરાઇને ગંદુ પાણી બહાર ફેલાયું છે. છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારના રહેતા લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પાલીકામાં તેની વારંવાર રજુઆત હોવા છતાં નઘરોળ પાલીકાના પેટનુ પાણી હાલતું નથી.

આ વિસ્તારમાં એટલી બધી ગંદકી ફેલાયેલી છે કે, લોકો કોલેરા ટાઈફોઈડ ઝાડા ઉલ્ટી જેવી બીમારી ક્યારે સપડાય તે નક્કી નથી. હાલમાં કોરોનાને કારણે સરકાર દ્વારા ગંદકી ન ફેલાય તે માટે તકેદારીના આદેશો આપાયા છે, પરંતુ પાલીકાને આ વિસ્તારમાં ફેલાયેલી ગંદકી કેમ દેખાતી નથી? જ્યારે જયારે લોકો ફરીયાદ લઈને પાલીકામાં જાય છે ત્યારે ગટરો ચોખ્ખી કરવા માટે ટ્રેકટર મોકલી દેવામાં આવે છે પરંતુ એનો કોઈ ચોખ્ખો ઉકેલ લાવવામાં આવતો નથી. વારંવાર ઉભરાતી ગટરના ગંદાપાણીની સમસ્યા યથાવત રહે છે.

અહીના રહીશોના જણાવ્યા અનુસાર, ગત રોજ પાલીકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ વિસ્તારમાં ગટરોની સમસ્યા હલ કરવા માટે નવી પાઇપ લાઇન નાખવાનો ઠરાવ થઇ ગયો છે, તેને પણ મહિનાઓ વિતી ગયા તેની પણ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. જો આગામી સમયમાં આ પ્રશ્નનો ઉકેલ નહી આવે તો ગાંધી માર્ગે ભુખ હડતાળ ઉપર જવા સુધીની ચીમકી સ્થાનિકો ઉચ્ચરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...