• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • On The Issue Of Inflation, The Congress Closed The Markets, In Some Places There Was A Brawl Between The Workers And The Traders

મહેસાણામાં કોંગ્રેસને મિશ્ર પ્રતિસાદ:મોંઘવારી મુદ્દે કોંગ્રેસ બજારો બંધ કરાવી, કેટલાક સ્થળે કાર્યકરો અને વેપારી વચ્ચે બોલાચાલી થઇ

મહેસાણા18 દિવસ પહેલા

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. સવારે 8થી 12 વાગ્યા સુધી સાંકેતિક રીતે ગુજરાત બંધને લઇ ઠેર-ઠેર કોંગ્રેસ કાર્યકરો બજારો બંધ કરાવવા નીકળ્યા હતા. ત્યારે આજે મહેસાણા જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા બજારો બંધ કરાવવા નીકળ્યા હતા અને વહેલી સવારે કોંગ્રેસે મોટા ભાગના બજારો બંધ કરાવ્યા હતા.

કેટલાક કાર્યકરોએ વેપારીઓ સાથે રકઝક કરી
મહેસાણામાં વહેલી સવારે બજાર બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને વેપારીઓ વચ્ચે ગાંધી શોપિંગ સેન્ટર અને તોરણ વાડી ચોક નજીક રકઝક જોવા મળી હતી. જોકે, કોંગ્રેસ દ્વારા બજારો બંધ કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સિવિલ રોડ, ફુવારા સર્કલ, તોરણવાડી ચોક, સ્ટેશન રોડ, બી.કે રોડ સહિતના બજારો બંધ કરાવવા નીકળ્યા હતા.

પ્રમુખે કાર્યકરોને તકરાર ન કરવા સૂચના આપી
મહેસાણામાં આજે કોંગ્રેસ મોંઘવારી મામલે મહેસાણા બંધનું એલાન આપ્યું એ દરમિયાન સવારે બજારોમાં ફરીને કોંગ્રેસના કાર્યકરો દુકાનો બંધ કરાવી રહ્યા હતા. એ દરમિયાન કેટલાક વેપારીઓ સાથે કોંગ્રેસ કાર્યકરો ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યા હતા. એ દરમિયાન કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રણજીત ઠાકોરે પોતાના કાર્યકરોને શાંતિથી દુકાનો બંધ કરાવવા સૂચના આપતા જોવા મળ્યા હતા.

વેપારીઓએ તુરંત દુકાનો ખોલી
સમગ્ર મહેસાણા જિલ્લા સહિત ગુજરાત ભરમાં આજે કોંગ્રેસ દ્વારા બજારો બંધ કરાવવા સૂચના આપ્યા બાદ આજે બંધના એલાનનાં પગલે મહેસાણાના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં બજારોમાં ઉતર્યા હતા અને બજારો બંધ કરાવ્યા હતા. જોકે, વેપારીઓ એ પોતાની દુકાનો બંધ કરી કોંગ્રેસને સમર્થન તો આપ્યું પરંતુ ગણતરીની મિનિટોમાં વેપારીઓ દુકાનો ખુલી કરતા જોવા મળ્યા હતા. જેમાં એક વેપારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે એક દિવસ દુકાનો બંધ કરવાથી કોઈ ફર્ક પડવાનો નથી. 24 કલાક અથવા તો ભારતની તમામ સેવાઓ, બજારો બંધ કરાવો તો સરકાર નોંધ લે. એમ કહી વેપારીએ પણ પોતાની દુકાન થોડીવાર માટે બંધ કરી કોંગ્રેસને સમર્થન આપ્યું હતું.

આ વિસ્તારના બજારો ખુલ્લા રહ્યા
મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ આજે મહેસાણાના મોટા ભાગના બજારો થોડીવાર માટે બંધ કરાવ્યા હતા. જોકે, મહેસાણા શહેરના મુખ્ય માર્ગો ગણાતા મોઢેરા રોડ, રાધનપુર રોડ પર આવેલી દુકાનો અને માર્કેટ સવારથી ખુલ્લા રહ્યા હતા. ત્યારે મહેસાણા 2 વિસ્તારમાં આવેલ તમામ બજારો ખુલ્લા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...