તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા જિલ્લા પંચાયત, ચાર નગરપાલિકા અને 10 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગુરુવારે ચોથા દિવસે કુલ 121 ફોર્મ ભરાયા હતા.જેમાં સૌથી વધુ 84 ફોર્મ કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા હતા.ગુરુવારે ભાજપ અને કોંગ્રેેસે ઉમેદવારો જાહેર ન કરતાં મેન્ડેટ વિના ફોર્મ ભરાયા હતા. 10 તાલુકા પંચાયતની ચૂ઼ટણીમાં 80 ઉમેદવારો પૈકી ભાજપમાંથી 8 કોંગ્રેસના 58,આપના 11 અને 3 અપક્ષોએ ફોર્મ ભરાયા હતા. જ્યારે ચાર પાલિકામાં ગુરુવારે કુલ 34 ફોર્મ ભરાયા હતા,જેમાં મહેસાણા પાલિકામાં કુલ 21 ઉમેદવારમાં 17 કોંગ્રેસ,2 આપ અને 1 અપક્ષનો સમાવેશ થાય છે,એક ઉમેદવારી બીજી વખત ફોર્મ નોધાવ્યુ હતું.ઊંઝા નગરપાલિકામાં 7 અપક્ષ અને 3 બસપા મળી કુલ 10 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.આ ઉપરાંત વિસનગર પાલિકામાં એક કોગ્રેસ અને એક આપ મળી બે ઉમેદવારી નોધાઇ હતી,કડી પાલિકામાંથી એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યુ છે.
જિ.પં., ચાર પાલિકા અને 10 તાલુકા પંચાયતની ચૂ઼ટણીમાં ગુરુવારે ચૂ઼ટણી અધિકારીની કચેરીઓમાં ફોર્મ ભરવા ઉમેદવારોનો ઘસારો વધ્યો હતો, જેમાં મેન્ડેડ વગર કોંગ્રેસ, ભાજપમાંથી ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હતા અને પક્ષના મેન્ડેડ માટે છેલ્લી ઘડીઓમાં લોબિંગમાં ટિકિટ માટે એડીચોટીનું જોર લગાવાનું શરૂ થયુ હતું.ગુરુવારે જિલ્લા પંચાયતની સાત બેઠકોમાં કોંગ્રેસમાંથી 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.જ્યારે 10 તાલુકા પંચાયતની ચૂ઼ટણીમાં 80 ફોર્મ ભરાયા હતા,જેમાં ભાજપમાંથી 8, કોંગ્રેસમાંથી 58, આપમાંથી 11 અને અપક્ષ 3 નો સમાવેશ થાય છે.
કઈ બેઠક પર કોણે ફોર્મ ભર્યા
મહેસાણા જિલ્લા પંચાયત
બેઠક ઉમેદવાર પક્ષ
બલોલ-3 ચૌધરી શીતલબેન વેલજીભાઇ કોંગ્રેસ
ડાભલા-8 ચંદનસિંહ રેવાજી ઠાકોર કોંગ્રેસ
ડાભલા-8 બળદેવભાઇ જેઠાભાઇ ચૌધરી કોંગ્રેસ
જોટાણા-14 પ્રભાતજી કલ્યાણજી સોલંકી કોંગ્રેસ
ખરોડ-20 રાજુબેન રમણજી ઠાકોર કોંગ્રેસ
લીંચ-25 ઠાકોર આનંદકુમાર અમૃતજી કોંગ્રેસ
સંઘપુર-33 અરવિંદભાઇ પ્રહલાદભાઇ પટેલ કોંગ્રેસ
સંઘપુર-33 વિનોદકુમાર કચરાભાઇ પટેલ કોંગ્રેસ
ઉનાવા-41 અમૃતભાઈ અમથારામ પટેલ કોંગ્રેસ
મહેસાણા નગરપાલિકા
વોર્ડ ઉમેદવાર પક્ષ
1 દિનેશકુમાર નટવરલાલ પટેલ કોંગ્રેસ
2 રૂકસાનાબીબી મહેબુબખાન પઠાણ કોંગ્રેસ
3 નિકુંજ ચંદ્રકાન્તભાઇ પંચોલી કોંગ્રેસ
3 ગાયત્રીબેન ગૌરવકુમાર ચાવડા કોંગ્રેસ
4 હેમાબેન હરિભાઇ જોષી કોંગ્રેસ
4 ચિરાગકુમાર ગજેન્દ્રકુમાર બારોટ કોંગ્રેસ
4 અનિલ કેશાજી ઠાકોર કોંગ્રેસ
5 અલ્પેશકુમાર કાન્તિભાઇ પટેલ કોંગ્રેસ
6 પ્રકાશકુમાર કાન્તિલાલ પટેલ કોંગ્રેસ
7 અમરતભાઇ પ્રહલાદભાઇ પ્રજાપતિ આપ
7 શૈલેશભાઇ પુંજીરામ પટેલ કોંગ્રેસ
8 જયશ્રીબેન જયંતિલાલ પટેલ કોંગ્રેસ
8 જયંતિલાલ અંબારામભાઇ પટેલ કોંગ્રેસ
10 પ્રતાપજી કડવાજી ઠાકોર અપક્ષ
10 દિપેસકુમાર મહેશભાઇ ચૌહાણ કોંગ્રેસ
11 દિશાંત ધનજીભાઇ પટેલ કોંગ્રેસ
11 ભીખીબેન ફુલાજી ચૌહાણ કોંગ્રેસ
11 રાકેશભાઇ ચંદુલાલ પટેલ કોંગ્રેસ
11 કલ્પનાબેન ભરતભાઇ નાયક કોંગ્રેસ
11 મહેશભાઇ ગોવિંદભાઇ સાજવાણી આપ
ઊંઝા નગરપાલિકા
વોર્ડ ઉમેદવાર પક્ષ
1 મીનાબેન રાકેશભાઇ પટેલ અપક્ષ
3 જીજ્ઞાબેન ધર્મેન્દ્રકુમાર પટેલ અપક્ષ
3 આશાબેન અમિતકુમાર પટેલ અપક્ષ
8 પિયુસકુમાર અરવિંદભાઇ પટેલ અપક્ષ
9 લવજીભાઇ રત્નાભાઇ પરમાર અપક્ષ
9 મીનાબેન જીતેન્દ્રભાઇ પટેલ અપક્ષ
9 રોનકકુમાર ગજેન્દ્રભાઇ પરમાર બસપા
9 કૃણાલ હસમુખભાઇ મકવાણા બસપા
9 મહેશ્વરી દિલીપભાઇ ગાંધી બસપા
9 રાજેશકુમાર શિવરામભાઇ પરમાર અપક્ષ
વિસનગર નગરપાલિકા
વોર્ ઉમેદવાર ફોર્મ
3 ભાવેશકુમાર શાન્તીલાલ પટેલ કોંગ્રેસ
9 નૈલેષકુમાર જયંતિલાલ કડીયા આપ
કડી નગરપાલિકા
વોર્ડ ઉમેદવાર ફોર્મ
4 પરેશકુમાર ગુણવંતલાલ પટેલ અપક્ષ
સિનિયર દાવેદારો પણ ઘરે બેઠા એકબીજાને ફોન પર માહિતી લીધી
ભાજપ જિલ્લાની ચારે નગરપાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદારોની ફાઈનલ યાદી ગુરૂવારે સાંજ સુધીમાં જાહેર કરવાના એંધાણ વચ્ચે દાવેદારો જ નહી તેમના ટેકેદારો બપોરે 4 વાગ્યાથી ભાજપ કાર્યાલય પહોંચી ગયા હતા.અને વારંવાર કાર્યાલયની અંદર લટાર મારી યાદી આવી કે નહી તેની ખરાઇ કરતા જોવા મળ્યા હતા.જ્યારે કેટલાક સિનિયર દાવેદારો ઘરે બેઠા એકબીજાને ફોન કરીને કાર્યાલય તરફથી ઉમેદવારી બાબતે જાણ કરાઇ કે કેમ તેની પુછપરછમાં પડ્યા હતા.તોરણવાળી ચોકમા પણ બન્ને પક્ષોના આગેવાનો અને કાર્યકર્તાઓ વચ્ચે ટિકિટને લઇને થતી ચર્ચાઓ રાજકીય ગરમાવો ઉભો કર્યો હતો.
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની એન્ટ્રીએ કોંગ્રેસની ઊંઘ ઉડાડી
મહેસાણા પાલિકાના વોર્ડ-10માં કોંગ્રેસે મજબુત પેનલ તૈયાર કરી નિશ્ચિત ઉમેદારોને ફોર્મ ભરવા લીલી ઝંડી પણ આપી દીધી હતી પરંતુ કહેવાય છે કે, છેલ્લા સમયે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોતાના ઉમેદવારને ટિકિટ આપવા કરેલા સુચનને લઇને પેનલ તુટવાના આરે આવીને ઉભી હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.રિપીટ ઉમેદવાર કપાય તો અન્ય દાવેદારોએ પણ ખસી જવાની તૈયારી બતાવતા શહેર કોંગ્રેસ પ્રમુખે મોરચો સંભાળી સમજાવટની પ્રક્રિયા હાથ ધરી છે.
મેન્ડેટ મળવાની આશાએ કોંગીઓનુ ફોર્મ ભરવાનુ શરૂ
કોંગ્રેસે બળવો ખાળવા ફોર્મ ભરવાની છેલ્લી તારીખે એટલે કે, 13 ફેબ્રુઆરીએ મેન્ડેટ આપવાનો નિર્ણય લીધો છે પરંતુ દાવેદારોને વિજય મુહૂર્ત ફોર્મ ભરી દેવા પણ સુચના અપાઇ છે.જેને કારણે મોટાભાગના દાવેદારોએ ફોર્મ ચકાસણી બાદ ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી છે.
10 તા.પં.માં ગુરૂવારે 80 ફોર્મ ભરાયા
તાલુકો | ભાજપ | કોંગ્રેસ | આપ | અપક્ષ | કુલ |
જોટાણા | 0 | 11 | 1 | 0 | 12 |
કડી | 0 | 4 | 3 | 2 | 9 |
ખેરાલુ | 0 | 4 | 0 | 0 | 4 |
મહેસાણા | 0 | 1 | 5 | 1 | 17 |
સતલાસણા | 3 | 1 | 1 | 0 | 5 |
ઊંઝા | 3 | 4 | 0 | 0 | 7 |
વડનગર | 0 | 3 | 0 | 0 | 3 |
વિજાપુર | 1 | 20 | 0 | 0 | 21 |
વિસનગર | 1 | 0 | 1 | 0 | 2 |
કુલ | 8 | 58 | 11 | 3 | 80 |
(સ્ત્રોત : સ્ટેટ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ) |
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.