સુનાવણી:મિલકતવેરા સુનાવણીના પ્રથમ દિવસે 40 વાંધા પૈકી 36માં સુધારા, 4માં કોઇ જ ફેરફાર ન કરાયો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાના સભા હોલમાં કારોબારી ચેરમેનની અધ્યક્ષતામાં અરજદારોની રૂબરૂ સુનાવણી

મહેસાણા પાલિકા દ્વારા ચાલુ વર્ષે મિલકતવેરા,આકારણી સામે નોધાયેલ કુલ 75 વાંધા અરજીઓ પૈકી ગુરુવારે 40 અરજદારોના વાંધાનો કારોબારી સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી યોજીને નિકાલ કરાયો હતો. જેમાં મિલકત ક્ષેત્રફળમાં સુધારો, ભોગવટામાં, ભાડુઆતમાં સુધારો, મિલકત એકત્રીકરણ, નામમાં કે સરનામામાં સુધારો, મિલકતના પ્રકારમાં સુધારો કરવા સુચવતાં વાંધા કારોબારી સમક્ષ આવ્યા હતાં. પાલિકા સભા હોલમાં કારોબારી ચેરમેન કૌશિક વ્યાસની અધ્યક્ષતામાં અરજદારોની રૂબરૂ સુનાવણી કરી તમામ 40 વાંધા અરજીઓનો નિકાલ કરાયો હતો.

વેરા શાખાના સુત્રોએ કહ્યુ કે, અરજદારો તરફથી સુધારા સુચવતી ગ્રાહ્ય રાખવાપાત્ર અરજીઓમાં સુધારા મંજુર કરાયા છે. જ્યારેકોર્ટ કેસ તેમજ ભાડુઆતને લગતા ચાર વાંધા બાબત ગ્રાહ્ય રાખવાપાત્ર ન હોઇ નિકાલ કરાયો હતો.જેમાં બે અરજદારે ભાડુઆતનું નામ કમી કરવા સુચવેલ પણ પાલિકાએ મિલકત સ્થળ તપાસ કરતાં ભાડુઆત જણાયેલ હોઇ ભાડુઆત પ્રમાણે વેરા આકારણી ગ્રાહ્ય રાખી છે. હવે શુક્રવારે 35 વાંધા અરજી માટે સુનાવણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...