વરતારો: મહેસાણાના પાલોદર મેળાના પ્રથમ દિવસે આગામી ચોમાસાનો વરતારો જોવાયો

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા પાલોદર મેળો પાલોદરમાં પરંપરાગત શુકન જોવાયા - Divya Bhaskar
મહેસાણા પાલોદર મેળો પાલોદરમાં પરંપરાગત શુકન જોવાયા
  • આગામી અષાઢ અને શ્રાવણ માસમાં સારો અને ભાદરવામાં મધ્યમ વરસાદ રહેશે

મહેસાણાઃ  તાલુકાના પાલોદર ગામમાં શુક્રવારથી બે દિવસનો મેળો શરૂ થયો છે. પ્રથમ દિવસે ખેડૂતલક્ષી વરતારો જોવાયો હતો. જે મુજબ આગામી ચોમાસું એકંદરે સારૂ રહેશે અને પીળા ફૂલવાળા પાકોનો બજારભાવ સારો મળશે. કોરોના વાયરસને લઇ જોગમાયા યુવક સંગઠન દ્વારા દર્શાનાર્થે આવતાં ભક્તોના હાથ ધોવા ગરમ પાણીની વ્યવસ્થા સાથે 900 જેટલા માસ્ક વિતરણ કરાયા હતા.
મેઘરાજા ખેડૂતો પર મહેરબાન રહેશે
પાલોદરમાં જોગણી માતાના મેળાના પ્રથમ દિવસે યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે શુકન જોવાયા હતા. જે મુજબ આગામી ચોમાસું એકંદરે ખેડૂતો માટે સારૂ રહેશે. જોવાયેલા વરતારા મુજબ પીળા ફુલો ધરાવતા પાક સારા પ્રમાણમાં થશે એટલે કે રાયડો, બાજરી સહિતના પાક સારા થઈ શકે છે. મેઘરાજા ખેડૂતો પર મહેરબાન રહેશે તેમ અષાઢ અને શ્રાવણ માસમાં સારો વરસાદ વરસી શકે છે, તો ભાદરવામાં વરસાદ મધ્યમ રહેશે. ચોમાસું વહેલી શરૂ થવાની સાથે પ્રથમ વરસાદ વરસ્યા બાદ વરસાદ થોડા દિવસ ખેંચાઇ શકે છે. આ સાથે ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થીતિ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...