મહેસાણાનું પ્રથમ નોરતું:નવરાત્રિ ના પ્રથમ દિવસે શહેર અને તાલુકાના વિસ્તારોમાં શેરી ગરબા યોજાયા

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર ના મંડાલી (ખરોડ) માં ગરબા યોજાયા - Divya Bhaskar
વિજાપુર ના મંડાલી (ખરોડ) માં ગરબા યોજાયા
  • મહેસાણા ના અનેક સ્થળે શેરીગરબા શરૂ

મહેસાણા જિલ્લા ના મડાલી (ખરોડ )ગામ માં તાબા ના ગરબાઓએ આકર્ષક જમાવ્યું

મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકા માં આવેલ મંડાંલી (ખરોડ ) ગામ માં 39 વર્ષ થી નવરાત્રિ નું આયોજન કરવામાં આવે છે જોકે મહત્ત્વ નું એ છે કે સમસ્ત ગ્રામજનો દ્વારા શેરી ગરબા કાઢવામાં આવે છે જેમાં દરેક સમાજ ના લોકો વર્ષો થી એકજ જગ્યા એ માતાજી ના આરાધના તેમજ ગરબાની રમઝટ જમાવે છે

મડાલી (ખરોડ) ગામ માં આજે નવરાત્રિ ના પ્રથમ દિવસે ગામ ની મહિલાઓ એ માથે તાબા ના ગરબા મૂકી ગરબે ઘૂમ્યા હતા જોકે હાલ માં ચાલતા નવરાત્રી મહોત્સવ માં મોટાભાગે વેસ્ટર્ન કલચર જોવા મળતું હોય છે જોકે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વર્ષો જૂની પરમ્પરા ચાલી આવી રહી છે

છેલ્લા બે વર્ષ દરમિયાન નવરાત્રીના પર્વ પર રોક લાગી હતી. જે આ સાલ લીમીટેડ સંખ્યામાં નવરાત્રિ યોજવા માટે પરવાનગી આપવામાં આવી છે. જોકે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ માં શેરી ગરબા યોજવામાં આવતા વર્ષો જૂની પરંપરા જોવા મળી હતી.

મહેસાણા શહેરમાં આવેલ ધોબીઘાટ વિસ્તારમાં દર સાલ ધામધૂમથી ખેલૈયાઓ નવરાત્રિમાં ઝુમી ઉઠતા હતા. જોકે આજે પ્રથમ નોરતે સ્થાનિક મંડળ દ્વારા માતાજીની માંડવી પાસે આરતી ઉતારવામાં આવી હતી. જોકે મહેસાણા શહેરમાં પરા ટાવર,ધોબીઘાટ, તેમજ અનેક સ્થળે હાલમાં નવરાત્રિની શરૂઆત થઈ છે જેમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ ની પંખી હાજરી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...