• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • On Rajmahal Road In Mehsana, Activa Rammed Into The Basement Of A Complex 15 Feet Below With An Uncontrollable Driver, The Whole Incident Was Captured On CCTV.

એ..એ...એ...ગયું:મહેસાણામાં રાજમહેલ રોડ પર એક્ટિવા બેકાબૂ થતાં ચાલક સાથે 15 ફૂટ નીચે કોમ્પલેક્ષના ભોંયરાંમાં ઘુસ્યું, સમગ્ર ઘટના CCTVમાં કેદ

મહેસાણાએક મહિનો પહેલા
  • એક્ટિવાનો રેસ ચાલુ હોવાના કારણે ચાલકે ભૂલથી રેસ પર હાથ મૂકી દેતા એક્ટિવા બેકાબૂ બનતાં સમગ્ર ઘટના બની
  • ભોંયરાંમાં આવેલી દુકાનમાં એક્ટિવા ઘુસી જતાં દુકાનમાં નુકસાન

મહેસાણા શહેરમાં એક અજીબોગરીબ ઘટના બની છે. શહેરમાં આવેલા એક રોડ પર એક્ટિવા ચાલક પોતાનું એક્ટિવા પાર્કિંગ કર્યા બાદ બહાર નીકાળી રહ્યો હતો. આ દરમિયાન એક્ટિવાની રેસ ચાલુ હોવાના કારણે ભૂલથી રેસ પર હાથ મૂકી દેતા એક્ટિવા એકાએક બેકાબૂ થતાં ચાલક એક્ટિવા સાથે 15 ફૂટ નીચે રોડની સાઈડમાં આવેલા ભોંયરાંમાં જઇ પડ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ પણ થઈ છે.

એક્ટિવા ચાલુ હોવાના કારણે ભૂલથી રેસ પર હાથ મુકી દેતા ઘટના બની
મહેસાણા શહેરમાં આવેલા રાજમહેલ રોડ પર મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ આવેલું છે. જે કોમ્પ્લેક્સની સામે રોડ પર એક એક્ટિવા ચાલકે પોતાનું એક્ટિવા પાર્ક કર્યું હતું. જે બહાર નીકાળી રહ્યો હતો. આ દરમિયાન એક્ટિવા ચાલુ હોવાના કારણે ચાલકે ભૂલથી રેસ પર હાથ મૂકી દેતાં એક્ટિવા એકાએક દોડીને 15 ફૂટ નીચે આવેલા કોમ્પ્લેક્સના ભોંયરામાં ચાલક સાથે ઘુસ્યું હતું.

ચાલકને ઈજા પહોંચી
ભોંયરાંમાં આવેલા એક સાયબર કાફેની દુકાનમાં આ એક્ટિવા ઘુસી જતા દુકાનના કાચ સાથે પાટેશન પણ તૂટી ગયું હતું. ત્યારે આ સમગ ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ અજીબોગરીબ ઘટનામાં એક્ટિવા ચાલકને ઈજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...