વડનગર તાલુકાના કહીપુર ગામમાં ગેરેજ ઉપર બાઈકમાં ઓઈલ બદલાવા માટે આવેલા બે શખ્સો પાસે રોકડા પૈસાની માગણી કરતાં તેની અદાવત રાખીને ગેેરેજમાં રહેલા વાહનો, ટાયર સહિતનો સરસામાન સળગાવી દીધો હતો. વડનગર પોલીસે ગેરેજ માલિકની ફરિયાદના આધારે બે શખ્સો સામે રૂપિયા 1.11 લાખની નુકસાનીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કહીપુરના ધોળીયાપુરા વિસ્તારમાં જગદીશજી નવીનજી ઠાકોર બે વર્ષથી ઓટો ગેરેજ ભાડાના મકાનમાં ચલાવે છે.
તા.8-8-2021ના રોજ સવારે કહીપુરનો ઠાકોર લાલાજી ઉદાજી બાઈક લઈને ઓઈલ બદલવા આવ્યો હતો. આ સમયે જગદીશજી ઠાકોરે રોકડા હોય તો બદલી આપુ તેમ કહેતા બોલાચાલી કર્યા વગર જતો રહ્યો હતો. રાત્રીના સવા બે કલાકે ગેરેજ માલિકને ગેરેજમાં આગ લાગી હોવાનો ફોન આવ્યો હતો. ગેરેજમાં રહેલો એક એક્ટીવા, એક બાઈક, કોમ્પ્રેશર, 15 નંગ ટાયર, ડોક્યુમેન્ટસ સહિતનો સરસામાન મળી જતાં રૂપિયા 1,11,450 નું નુકસાન થયુ હતુ. પોલીસે કહીપુરના ઠાકોર લાલાજી ઉદાજી અને ઠાકોર નટુજી ગગલજી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.