જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કૂદકે ને ભૂસકે વધતાં ડિસ્ટ્રીક્ટ કોર્ટની કાર્યવાહી ઓફલાઈન બંધ કરીને ઓનલાઈન ચલાવવાનો નિર્ણય કરાયો છે. સોમવારથી ઈમર્જન્સી કેસ, જામીન અરજી, ચુકાદા આવવા ઉપરના કેસોની ઓનલાઈન કાર્યવાહી ચલાવીને બાકીના કેસોમાં મુદતો આપીને સમન્સ કે વોરંટની બજવણી કરાશે નહી.
હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખી રજૂઆત કરીશું:પ્રમુખ
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પ્રમુખ કિશોર ત્રિવેદીએ કહ્યુ કે, રાજ્યમાં તમામ કોર્ટો ઓનલાઈન કરાત સામાન્ય કરતાં કાર્યવાહી મોડી થતાં પક્ષકારોને ન્યાય મળવામાં વિલંબ થશે. કચેરીઓ, મોલ, થિયેટર ચાલી શકતા હોય અને મર્યાદિત લોકોની હાજરી વચ્ચે લગ્ન પણ થતા હોય તો કોર્ટો કેમ ખૂલી ના રહી શકે? 13 જાન્યુ.એ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની બેઠક બોલાવીને હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખીને રજૂઆત કરવાના છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.