તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સરકારી અનાજનો જથ્થો ક્યાંથી લાવ્યાનો ખુલાસો ન કરતાં ડભાડના વેપારી સામે ગુનો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુ મામલતદારે છ માસ પહેલાં વેપારી પાસેથી ઘઉં-ચોખાના 88 કટ્ટા ઝડપ્યા હતા

ખેરાલુ મામલતદારે છ મહિના પહેલાં ડભાડ ગામના કરિયાણાના વેપારીને ત્યાં રેડ કરી સરકારી અનાજના 88 કટ્ટા જપ્ત કર્યા હતા. આ અનાજનો જથ્થો ક્યાંથી લાવ્યાનો કલેક્ટર સમક્ષ ખુલાસો ન કરી શકનાર વેપારી સામે આખરે મામલતદારે ગુનો નોંધાવતાં ખેરાલુ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ખેરાલુ મામલતદાર વી.એસ.કટેરીયાએ ગત તા.23 ડિસેમ્બર 2020 ના રોજ બાતમીના આધારે ડભાડ ગામના મોદી કનૈયાલાલ અંબાલાલની કરિયાણીની દુકાનમાં રેડ કરી હતી. આ રેડમાં રૂ.25 હજારની કિંમતના ઘઉંના 25 કટ્ટા (વજન 1250 કિલો) તેમજ રૂ.78750 ની કિંમતના ચોખાના 63 કટ્ટા (વજન 3150 કિલો) મળી કુલ રૂ.103750 ની કિંમતના ઘઉં-ચોખના 88 કટ્ટા (વજન 4400 કિલો)નો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. વેપારી દ્વારા કલેક્ટરની સુનાવણીમાં જથ્થો ક્યાંથી ખરીદ્યો તેની સ્પષ્ટતા ન કરતાં ખેરાલુ મામલતદારે ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...