33 લોકેશનની ચકાસણી:મહેસાણા પાલિકા એસેસમેન્ટમાં સતત બીજા વર્ષે પણ ODF ++

મહેસાણા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં રહેણાંક, કોમર્શિયલ, ટ્રાન્સપોર્ટહબ,રોડ એન્ડ સ્ટ્રીટ, ઉજ્જડ એરિયામાં જાહેર, વ્યક્તિગત શૌચાલય, ભૂગર્ભ ગટર વ્યવસ્થાના 33 લોકેશનની ચકાસણી

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અર્બનની ગાઇડલાઇન મુજબ એજન્સીરાહે મહેસાણા શહેરમાં અલગ અલગ 33 લોકેશનમાં જાહેર, વ્યક્તિગત શૌચાલય, ભૂગર્ભ ગટર વ્યવસ્થાનો સર્વે ચકાસણી કરાઇ હતી. જેમાં મહેસાણા નગરપાલિકા દ્વારા ODF++ના માપદંડો પૂર્ણ કરેલ હોવાથી નગરપાલિકાને ODF++ જાહેર કરવામાં આવી છે. નોંધનિય છે કે, સતત બે વર્ષથી મહેસાણા શહેર ODF++ સર્વેમાં યથાવત રહ્યુ છે.

પાલિકાની સેનેટરી શાખાના સૂત્રોએ કહ્યું કે, સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ નિયુક્ત એજન્સી દ્વારા ગત માર્ચ મહિનાના અરસામાં શહેરમાં શૌચાલય સફાઇ, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, ગંદા પાણી નિકાલની વ્યવસ્થાને આવરી લઇને અલગ અલગ કુલ 33 સ્થળની ચકાસણી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

જેમાં 4 કોમર્શિયલ, 3 પબ્લિક એરિયા, 3 રહેણાંક, 5 ઝુંપડપટ્ટી, 2 ટ્રાન્સપોર્ટ હબ, 4 વ્યક્તિગત ટોયલેટ, તળાવ લોકેશને બે નોર્મલ ટોયલેટ, રોડ અને સોસાયટીના 4 તેમજ 3 ઉજ્જડ એરિયામાં શૌચાલયની ચકાસણી કરાઇ હતી.

​​​​​​​તેમજ એસ.ટી.પી ટ્રીટમેન્ટ પ્લાન્ટ હજુ બની રહ્યો હોઇ હાલ મહેસાણા પાલિકાના કડી ક્લસ્ટરમાં કરાર મુજબ ગંદા પાણી નિકાલની વ્યવસ્થાને આવરી લઇને મહેસાણા નગરપાલિકાને ODF++ જાહેર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...