મહેસાણા નગરપાલિકા દ્વારા પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ અને સફાઇ વેરામાં કરાયેલા વધારાની દરખાસ્તનો નિર્ણય કર્યા પછી શહેરીજનો પાસેથી 31 માર્ચ સુધીમાં વાંધા સૂચનો મગાવાયા છે. જેને લઇ શહેરીજનો વાંધા રજૂ કરી રહ્યા છે. ત્યારે એક સામાજિક કાર્યકરે મોંઘવારીમાં અસહ્ય કરબોજ જનતાને પડતા ઉપર પાટુ સમાન હોઇ કર વધારો ઓછો કરવા તેમજ દર બે વર્ષે વેરામાં 10 ટકાનો વધારો અને તેમાં સુધારો કરવાનો અબાધિત અધિકાર પાલિકાને રહેશે તેવી જોગવાઇ સામે વાંધો દર્શાવી તેને પ્રજાના કાંડા કાપવા સમાન જોગવાઇ ગણાવી છે.
મહેસાણા ઊંચી શેરીમાં રહેતા આરટીઆઇ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર કલ્પેશભાઇ વ્યાસે નગરપા િકાથી લઇ મુખ્યમંત્રી સુધી વેરા વધારા સામે પાંચ પાનાની વાંધા અરજી રજૂ કરી છે. જેમાં શહેરના મધ્યમ વર્ગની મોંઘવારીમાં આવક વધી નથી અને સામે ખર્ચ વધી રહ્યા છે.
ત્યારે ખાસ પાણીકરમાં ત્રણ ગણો વધારી રૂ.1800 ન કરતાં રૂ.700 થી 900 રાખવા, ખાસ પાણીકર ત્રણ ગણો વધારી રૂ.2700 ન કરતાં રૂ.1200 રાખવા, સામાન્ય પાણીકર બમણો રૂ.200 ન કરતાં રૂ.130 કરવા, સામાન્ય દીવાબત્તી કર ત્રણ ગણો રૂ.300 ન કરતાં રૂ.150 કરવા, સફાઇકર ચાર ગણો અનુસંધાન-પેજ-2-પર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.