તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:મહેસાણા સિવિલના સ્ટાફ ક્વાર્ટરમાં નર્સે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિરોજપુરાની યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તેને લઇ રહસ્ય ઘેરાયું
  • મૃતક સિવિલના નવજાત શિશુ વિભાગમાં ફરજ બજાવતાં હતાં

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુ વિભાગમાં ફરજ બજાવતી અને સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતી નર્સે શનિવારે કોઇ અગમ્ય કારણોસર પંખે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

મૂળ વડગામ તાલુકાના પિરોજપુરા ગામની જ્યોતિબેન શ્રીમાળી નામની નર્સે શનિવારે પોતાના ક્વાર્ટસમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એફ. દેસાઈ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલતદારને જાણ કરી નિવેદન લેવા કાર્યવાહી હાથ ધરી હતી. જ્યોતિબેન પોતાના ભાઈ સાથે એકલી રહેતી હતી. તેણીનો ભાઈ શનિવારે માતા-પિતાને મળવા વતનમાં ગયો ત્યારે અચાનક જ્યોતિબેને આપઘાત કરી લેતાં રહસ્ય સર્જાયું છે. પોલીસે લાશનું પીએમ કરાવી ગુનો નોંધી આત્મહત્યાના કારણોની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...