ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ મોહમ્મદ પયંગબર સાહેબ માટે કરેલી ટિપ્પણીને પગલે ઠેરઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરમાં વસવાટ કરતા મુસ્લિમ સમાજના આગેવાનો અને વેપારીઓએ પોતાના રોજગાર-ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
ધરપકડની માગ સાથે ફરિયાદ નોંધાવાઇ
વિજાપુર મુસ્લિમ સમાજે નૂપુર શર્માની ટિપ્પણી મામલે શહેરના હાર્દ સમાન ચક્કરથી ખત્રીકુવા, બસ સ્ટોપ ડેપો તરફ જતો માર્ગ તેમજ શહેરના અલગ સળંગ વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના આગેવાનોએ પોતાના રોજગાર બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે મુસ્લિમ સમાજના અગ્રણીઓ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અસપાક અલી સૈયદ તેમજ યુવા અગ્રણી એડવોકેટ તનજિલ અલી સૈયદ દ્વારા નૂપુર શર્માની ટિપ્પણી બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને તેની ધરપકડ કરવા માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.