• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Number Of Women Voters Increased In The District, 1.45 Lakh Voters Increased In 5 Years, 2022 Elections In The Hands Of New Voters

મતદાર યાદી:જિલ્લામાં મહિલા મતદારોની સંખ્યા વધી, 5 વર્ષમાં 1.45 લાખ મતદારો વધ્યા, 2022ની ચૂંટણીમાં બાજી નવા મતદારોના હાથમાં

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આખરી મતદાર યાદી મુજબ... મહેસાણા જિલ્લામાં 8,94,709 પુરુષ, 8,35,593 સ્ત્રી અને 43 થર્ડ જેન્ડર મળી કુલ 17,30,345 મતદારો નોંધાયાં
  • જિલ્લામાં 73,993 મહિલા અને 71,693 પુરુષ મતદારો વધ્યા
  • સૌથી વધુ 4.25 લાખ મતદારો 30થી 39ની વયનાં
  • 34729 મતદારો 80 વર્ષથી વધુ વયનાં તો 40 હજારની ઉંમર 18 થી 19 વર્ષ

વિધાનસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી આખરી મતદાર યાદીમાં મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભા મત વિસ્તારમાં પુરુષ 8,94,709, સ્ત્રી 8,35,593 અને થર્ડ જેન્ડર 43 મળી કુલ 17,30,345 મતદારો નોંધાયાં છે. જેમાં 80 વર્ષથી વધુ વયના 34,729 અને 18 થી 19ની વયના 40,930 મતદારોનો સમાવેશ થાય છે. છેલ્લા 5 વર્ષમાં કુલ 1,45,700 મતદારોનો વધારો થયો છે. જેમાં સૌથી વધુ 73,993 નવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે પુરુષ મતદારો 71,693 વધ્યા છે.

7 વિધાનસભામાં 1166 મતદાન મથકો છે. 2022 વિધાનસભા ચૂંટણીની બાજી આ નવા મતદારોના હાથમાં રહેશે.સૌથી વધુ મતદારો બહુચરાજીમાં અને સૌથી ઓછા વિજાપુરમાં વધ્યાજિલ્લામાં 5 વર્ષમાં સૌથી વધુ 24,852 મતદારો બહુચરાજી વિધાનસભામાં અને સૌથી ઓછા 15,117 મતદારો વિજાપુર વિધાનસભા વિસ્તારમાં વધ્યા છે. આ રેશિયો બંને વિધાનસભામાં પુરુષ અને મહિલાઓમાં પણ છે.

જિલ્લામાં કુલ મતદારો

વયજુથમતદારો
18-1940930
20-29352736
30-39425342
40-49340782
50-59271556
60-69174723
70-7989547
80+34729
કુલ17,30,345

5 વર્ષમાં પુરુષ મતદારોમાં થયેલો વધારો

વિધાનસભા20172020ફેરફાર
ખેરાલુ10470311624011537
ઊંઝા1108041204399635
વિસનગર1102511189808729
બહુચરાજી12034113275412413
કડી13408514537011285
મહેસાણા13467214521010538
વિજાપુર1081601157167556
કુલ82301689470971693

5 વર્ષમાં મહિલા મતદારોમાં થયેલો વધારો

વિધાનસભા20172022ફેરફાર
ખેરાલુ9597310799312020
ઊંઝા10231611242710111
વિસનગર1014681106879219
બહુચરાજી11263812507712439
કડી12311113501411903
મહેસાણા12468213542210740
વિજાપુર1014121089737561
કુલ76160083559373993

5 વર્ષમાં કુલ મતદારોમાં નોંધાયેલો વધારો

વિધાનસભા20172022વધ્યા
ખેરાલુ20067722423523557
ઊંઝા21312323287019746
વિસનગર21171922966917948
બહુચરાજી23299125785024852
કડી25719928038723188
મહેસાણા25935428063421278
વિજાપુર20958222470015117
કુલ15846451730345145700

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...