કૌભાંડ ?:આરોગ્ય વિભાગની કોરોનાના આંકડા છુપાવવા નંબરગેમ!

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવ દર્દીઓના સરકારી આંકડામાં જ મેળ ખાતો નથી

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગના કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વિસંગતતા જોવા મળી રહી છે. રવિવારે પોઝિટિવ દર્દીઓનો આંકડો આરોગ્ય વિભાગ દ્વારા 355 અને સોમવારે 386 દર્શાવાયો છે. આ આંકડા જોતાં સોમવારે 31 પોઝિટિવ કેસ હોવા જોઇએ, તેને બદલે તેમને માત્ર 15 દર્દીઓની જ યાદી અપાઇ છે. જે અંગે તંત્રએ બચાવ કરતાં કહ્યું કે, ખાનગી લેબ સંચાલકો સમયસર આંકડા આપતા ન હોવાના કારણે ગણતરીમાં અંતર રહી જાય છે. જોકે, જો આંકડો ગણતરીમાં આવતો હોય તો નામની યાદી કેમ નહીં તેવા પ્રતિ સવાલો ઊઠી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...