ભાસ્કર એક્સક્લુઝિવ:હવે ઉત્તર ગુજરાતમાં યુરિયા ખાતરની બોરી ખેડૂતોના ખિસ્સામાં રહી શકશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 500 મીલી બોટલનો રૂ.240 ભાવ, સામે 45 કિલો યુરિયાની બેગની કિંમત રૂ.270
  • પ્રથમ તબક્કે પ્રવાહી સ્વરૂપે યુરિયાની 89 હજાર બોટલનો સ્ટોક ફાળવાયો

સરકારની ઇફકો કંપની દ્વારા તાજેતરમાં યુરિયા ખાતરની પ્રવાહી સ્વરૂપે 500 મીલી બોટલ બહાર પાડવામાં આવી છે. યુરિયા ખાતરની 1 બોરી બરાબરની ગુણવતાં 1 બોટલમાંથી મળી જતી હોઇ હવે યુરિયાની બોરી ખેડૂતોના ખિસ્સામાં જેવી સ્થિતિ બની છે. પ્રથમ તબક્કે ઉત્તર ગુજરાતમાં 89 હજાર બોટલનો સ્ટોક ફાળવવામાં આવ્યો છે.

પ્રવાહી સ્વરૂપે નેનો યુરિયાની 500 મીલીની બોટલ રૂ.240ના ભાવે મળે છે. તેની સામે 45 કિલો યુરિયાની બેગની કિંમત રૂ.270ની છે. પાકની સ્થિતિ પ્રમાણે 1 લિટર પાણીમાં 2થી 4 મીલી યુરિયા ભેળવી તેનો છંટકાવ પાકના પાન પર કરવાનો હોઇ ખાતરનો પુરે પુરો ઉપયોગ કરી શકાય છે. જેના કારણે ખાતરનો ઉપયોગ પણ ઘટે છે. જ્યારે તેની સામે યુરીયા ખાતરને પુખવામાં આવતાં ખાતરનો બગાડ થવાની શક્યતા વધુ રહે છે. બીજી બાજુ ખાતરની બોરીઓને રાખવા માટે ખેડૂતને જગ્યાની વ્યવસ્થા કરવાની હોય છે.

ઉ.ગુ.માં ફાળવેલ ખાતર

જિલ્લોનંગમાં ખાતરનો સ્ટોક
મહેસાણા17000
પાટણ12000
બનાસકાંઠા25000
સાબરકાંઠા20000
અરવલ્લી15000
કુલ89000

કુલ 4 ટકા નાઇટ્રોજનનું પ્રમાણ

  • નેનો યુરિયા વજનન આધારે કુલ 4 ટકા નાઇટ્રોજનનું પ્રમાણ છે.
  • નેનો યુરિયામાં હાજર નાઇટ્રોજનના કણોનો આકાર 20-50 નેનો મીટર
  • હાજર નાઇટ્રોજન છોડને સરળતાથી ઉપલબ્ધ છે જેના કારણે નાઇટ્રોજનની કાર્યક્ષમતા વધારે છે
અન્ય સમાચારો પણ છે...