ખાનગીકરણ:હવે આખો દિવસ ક્રિકેટ મેચ રમવા 6500 ચૂકવવા પડશે

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાએ સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું ખાનગીકરણ કર્યું
  • પ્લે ગ્રાઉન્ડના 5 વર્ષ સંચાલન માટે ઓનલાઇન ટેન્ડર કરાયું

ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણામાં રૂ.15 કરોડના ખર્ચે બનેલા અદ્યતન સુવિધા સંપન્ન સરદાર પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું સંચાલન પાલિકારાહે ચારેક મહિના કર્યા બાદ હવે 5 વર્ષ માટે એજન્સીના હવાલે કરવા ટેન્ડરિંગ કરાયું છે. આ ટેન્ડરમાં બાળકોને ક્રિકેટ કોચિંગ માટે મહિને રૂ. 850નો દર યથાવત રખાયો છે, પરંતુ દર વર્ષે ફીમાં મહત્તમ 10 ટકા સુધી એજન્સી વધારો કરી શકશે તેવી જોગવાઇ કરાઇ છે. જ્યારે આખો અને અડધો દિવસ ક્રિકેટ મેચના દર બમણાથી અઢી ગણા કરવા જઇ રહી છે. પાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર કરી માસિક કેટલી રકમ પાલિકાને ચૂકવશે તેના ભાવ 27 માર્ચ સુધી મગાવાયા છે.

ચૂંટણી ગઇ ને વાત ગઇ...
વિધાનસભા ચૂંટણીના વર્ષ 2022માં ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થઇને એજન્સી માટે કરાયેલ ટેન્ડરમાં કોચિંગ ફીની ચર્ચાઓ પછી ટેન્ડર પડતું મૂકાયું હતું અને પાલિકારાહે હંગામી દર નક્કી કરી ગ્રાઉન્ડ ક્રિકેટ માટે ખુલ્લું મૂકાયું હતું. ડિસેમ્બરમાં ચૂંટણી પૂરી થયા બાદ ત્રણ જ મહિનામાં ફરી ગ્રાઉન્ડ કોન્ટ્રાક્ટરને હવાલે કરવા નિર્ણય કરાયો છે.

કોન્ટ્રાક્ટર ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આ ચાર્જ વસૂલી શકશે
સવારે 8 થી બપોરે 1 સુધી રૂ.3500
બપોરે 1 થી સાંજે 6 સુધી રૂ.3500
સવારે 8 થી સાંજે 6.30 રૂ.6500
સાંજે 7.30 થી રાત્રે 12.30 રૂ.3500
સવારે 8 થી રાત્રે 12.30 રૂ.12000
(આયોજકથી વીજ વપરાશ ચાર્જ લઇ શકશે)

અત્યાર સુધી નગરપાલિકા મારફતે હંગામી સંચાલનમાં આ દર નક્કી કરાયા હતા
​​​​​​​સવારે 8 થી બપોરે 1 રૂ.1500
બપોરે 1 થી સાંજે 6 રૂ.1500
સવારે 8 થી સાંજે 6 રૂ.2500

બાળકોઅે ક્રિકેટ કોચિગમાં મહિને ~850 ખર્ચવા પડશે
ક્રિકેટકોચે રણજીટ્રોફી કે રાષ્ટ્રીય કક્ષાની ટ્રોફીમાં ભાગ લીધો હોવો જોઇએ, બીસીસીઆઇ સ્તર-અ તથા સમકક્ષ કોચ પ્રમાણપત્ર.
પીચ ક્યુરેટર રાજ્યકક્ષાના ક્રિકેટ એસો. સર્ટીફાઇડ હોવા જોઇએ.
પાલિકા જણાવે તે 50 તાલીમાર્થીને નિ:શુલ્ક કોચિંગ આપવાનું રહેશે.
ક્વોલીફાઇડ કોચિંગ સ્ટાફ રાખવાનો રહેશે.
ક્રિકેટ ગ્રાઉન્ડ, પીચ, પ્રેક્ટિસ એરિયા, બાસ્કેટબોલ ગ્રાઉન્ડ, પેવેલિયન, એડમિન ઓફિસ, કેન્ટીન, સિક્યુરિટી કેબિન, ટોયલેટ, પાર્કિંગ વગેરેની સ્વચ્છતા, જાળવણી કરવાની રહેશે.
ક્રિકેટ ગ્રાઉન્ડના તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નિભાવણી કરવાની રહેશે.
એજન્સીએ બાળકોના ક્રિકેટ, બાસ્કેટબોલ, ટેનિસ તથા શક્યતમ રમતોનું કોચિંગ સેન્ટર ચલાવવાનું રહેશે.
પાલિકા મિકેનિકલ પીચ રોલર, લોન મુવર રાઇડર વગેરે સાધનો ઉપયોગ કરવા આપશે, અન્ય સાધનો એજન્સીએ વસાવવાના રહેશે.
: નાઇટમેચ કે પ્રેક્ટિસમાં સરકારના કાયદાઓનું પાલન, ઇલેકટ્રીસીટીની જવાબદારી એજન્સીની રહેશે.
: કેન્ટીનમાંથી પેકફૂડ, પાણી બોટલ, જ્યુસ વગેરે વિતરણ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...