તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાં કકળાટ:હવે શહેર પ્રમુખ સામે ભાજપ સાથે સેટિંગના આક્ષેપ

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખે વોર્ડ-7માં પત્નીને જીતાડવા ભાજપ સાથે હાથ મિલાવી કમજોર ઉમેદવારો મૂક્યા
  • ટિકિટમાં કપાયેલા દાવેદારો-ટેકેદારોએ શહેર પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીના નામે છાજિયા લીધા

મહેસાણા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં કપાયેલા ઉમેદવારો અને તેમના ટેકેદારોએ સોમવારે શહેર પ્રમુખ પી.કે. પટેલ અને પ્રદેશ મહામંત્રી કિર્તીસિંહ ઝાલાએ ભાજપ સાથે મળી હારે તેવા ઉમેદવારોને ટિકિટ આપ્યાનો અને રાતોરાત મેન્ડેટ બદલી નાખ્યાનો આક્ષેપ કરી તેમના નામના છાજિયા લીધા હતા. શહેર પ્રમુખે આ આક્ષેપોને ફગાવ્યા હતા. મહેસાણાના રામોસણા બ્રિજ નીચે ભેગા થયેલા અસંતુષ્ટો અને તેમના ટેકેદારોએ પ્રદેશ પ્રભારી જીતેન્દ્ર બઘેલ અને રાજીવ સાતવે નક્કી કરેલું લિસ્ટ બદલી મનફાવે તેમ ઉમેદવારો મૂક્યાનો આક્ષેપ કરાયો છે, ત્યારે પૂર્વ નગરસેવક અને ટિકિટથી વંચિત રહેલાં સ્મિતાબેન જહાને પક્ષમાંથી રાજીનામાની વાત કરતાં કહ્યું કે, રાતોરાત મેન્ડેટ બદલી નખાયા છે. શહેર પ્રમુખ પી.કે. પટેલે વોર્ડ-7માં તેમની પત્ની ઉમેદવાર હોઇ તેને જીતાડવા ભાજપ સાથે હાથ મિલાવી કમજોર ઉમેદવારો ઉભા કર્યા છે.

જ્યારે હિરેન મકવાણાએ કહ્યું કે, ન્યાય સમાંતર હોવો જોઇએ. પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ મને ટિકિટ ન આપી, તો સામે અન્ય 5 પૂર્વ નગરસેવકોએ પણ મેન્ડેટનો વિરોધ કર્યો હતો તે તમામ પણ ઘરભેગા થવા જોઇએ. જ્યારે શૈલેશ ચૌધરીએ કહ્યું કે, વોર્ડ-1માં બઘેલજીની યાદીમાં નામ હતું અને શહેર પ્રમુખે જાહેર કરેલી યાદીમાં નામ ઉડી ગયું. વોર્ડ-7ના પ્રમુખ અપુલ ભાઇલાલભાઇ પટેલે કહ્યું કે, અમારો શહેર પ્રમુખ સામે વિરોધ છે અને તેમનું રાજીનામું નહીં લેવાય તો અમે કોંગ્રેસ સાથે નથી.

જે ભ્રષ્ટાચારીઓ છે તે કાદવ ઉછાળી રહ્યા છે
હું ભ્રષ્ટાચારી માણસ નથી. જે ભ્રષ્ટાચારીઓ છે તેઓ કાદવ ઉછાળી રહ્યા છે. જે નગરપાલિકામાં પ્રજાએ અનુભવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે જે મેન્ડેટ આપીને સોંપેલી કામગીરીનું અમલીકરણ કર્યુ છે. મેં એકપણ મેન્ડેટ બદલ્યું નથી. - પી.કે. પટેલ, પ્રમુખ, શહેર કોંગ્રેસ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો