નોટિસ:સિટીબસ સેવામાં ખામીઓ દૂર કરવા એજન્સીને નોટિસ અપાશે

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં સિટીબસ સેવાને એક મહિનો પૂરો થયો
  • ​​​​​​​નગરસેવકોની રજૂઆતો સહિતની બેઠકમાં ચર્ચા

શહેરમાં કાર્યરત સિટીબસની સેવામાં એક મહિનામાં જણાયેલી ત્રૂટીઓ દૂર કરવા એજન્સીને નોટિસ આપવાનો નિર્ણય સોમવારે નગરપાલિકામાં મળેલી સમીક્ષા બેઠકમાં લેવાયો હતો. મહેસાણા શહેરમાં સિટીબસ સેવા શરૂ થયાને એક મહિનો થતાં સોમવારે નગરપાલિકામાં પદાધિકારીઓએ એજન્સીની કામગીરીની સમીક્ષા માટે બેઠક યોજી હતી. સમીક્ષામાં નગરસેવકોની રજૂઆતો, વિવિધ રૂટ, ઓનલાઇન એપ્લીકેશન સહિતની બાબતોને આવરી લેવાઇ હતી.

બેઠકમાં પ્રમુખ વર્ષાબેન પટેલ, કારોબારી ચેરમેન કૌશિક વ્યાસ, સિટીબસ કમિટી ચેરમેન પ્રહલાદ પટેલ, ચીફ ઓફિસર અલ્પેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વોર્ડ મુજબ નગરસેવકોની રજૂઆતો તેમજ સિટીબસની સેવામાં ક્યાં કેવી ત્રૂટીઓ જણાઇ છે તે અંગે પરામર્શ કરી પાલિકાના સિટીબસ ઇન્ચાર્જને સૂચિ તૈયાર કરવા કહેવાયું હતું. સેવા બાબતે અસંતોષનો સૂર પણ ઊઠ્યો હોઇ સત્વરે સિટીબસ સેવા વધુ સુદ્રઢ બનાવવા ચર્ચા કરાઇ હતી. આ સાથે સિટીબસ સેવાને સ્પર્શતા વિવિધ મુદ્દે એજન્સીને નોટિસની તૈયારી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...