કામગીરી:ખર્ચ ન રજૂ કરનાર મહેસાણાના 3, અધૂરી વિગત આપનારા ઊંઝાના આપના ઉમેદવારને નોટિસ

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે 25 નવેમ્બરે બહુચરાજી વિજાપુર અને કડીના ઉમેદવારો પોતાનો ખર્ચ રજૂ કરશે
  • મહેસાણા​​​​​​​, વિસનગર, ઊંઝા અને ખેરાલુના ઉમેદવારોએ પ્રથમ વખતનો ખર્ચ રજૂ કર્યો

વિધાનસભાની ચૂંટણી લડી રહેલા અને પ્રથમ વખતનો પોતાનો ખર્ચ રજૂ ન કરી શકનાર મહેસાણાના ત્રણ અને ખર્ચની અધૂરી વિગત રજૂ કરનારા ઊંઝા ના આપ અને અપક્ષ બે ઉમેદવારોને ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી છે ઉલ્લેખનીય છે કે 24 નવેમ્બર ના ગુરુવારના રોજ મહેસાણા વિસનગર અને ખેરાલુ ચાર બેઠકના ઉમેદવારોએ પ્રથમ વખત નો પોતાનો ખર્ચ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યો હતો

જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પૈકી મહેસાણા ઊંઝા વિસનગર અને ખેરાલુના ઉમેદવારોએ 24 નવેમ્બર ગુરુવારના રોજ પ્રથમ વખતનો પોતાનો ખર્ચ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનો હતો ત્યારે મહેસાણા બેઠક પર 13 પૈકી પોતાનો ખર્ચ રજૂ ન કરનાર સમાજવાદી પાર્ટીના વાસુદેવ પરમાર અને અપક્ષના તારાબેન પરમાર અને સ્નેહલબેન પરમાર મળી ત્રણ ઉમેદવાર ને તેમજ ઊંઝા બેઠક પર ના પોતાના ખર્ચની અધૂરી વિગત રજુ કરનાર આમ આદમી પાર્ટીના ઉર્વીશ પટેલ અને હાજર ન રહીને પોતાના ખર્ચની વિગત રજૂ ન કરનારા અપક્ષના અરવિંદ ઠાકોર મળી બે ઉમેદવારોને ચૂંટણી અધિકારી દ્વારા નોટિસ પાઠવીને આગામી 29 નવેમ્બરના રોજ બીજા તબક્કાના ખર્ચ રજૂ કરતા સમયે પ્રથમ દિવસથી પોતે કરેલ ખર્ચની વિગત રજૂ કરવા માટે જણાવ્યું છે

જ્યારે વિસનગરના તમામ 10 ઉમેદવારો એ પોતાનો ખર્ચ રજૂ કરી દીધો છે ત્યારે આજે 25 નવેમ્બર ના રોજ બેચરાજી વિજાપુર અને કડીના ઉમેદવારો પોતાનો પ્રથમ વખતનો ખર્ચ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરનાર છે.

અન્ય સમાચારો પણ છે...