કાર્યવાહી:મહેસાણાની 20 હાઈરાઈઝ બિલ્ડીંગ માલિકોને નોટિસ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં ફાયરની સુવિધા નહી હોવાના કારણને હબટાઉનશીપ અને એપોલો એન્કલવ સહિત 20 ને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતાં દોડધામ મચી છે. - Divya Bhaskar
મહેસાણામાં ફાયરની સુવિધા નહી હોવાના કારણને હબટાઉનશીપ અને એપોલો એન્કલવ સહિત 20 ને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતાં દોડધામ મચી છે.
  • ફાયર સેફ્ટીની સુવિધા ન ધરાવતાં પાલિકાએ નોટિસ આપીને 5 દિવસમાં સુવિધા માટે અરજી કરવા તાકીદ કરી
  • 3 નોટિસ આપ્યા બાદ અરજી નહી કરાય તો બિલ્ડીંગના વીજ,પાણી અને ગટર કનેક્શન કાપવાની કાર્યવાહી કરાશે

શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા નહી ધરાવતી 20 હાઈરાઈઝ બિલ્ડીંગોના માલિકોને નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવતા દોડધામ મચી ગઈ છે. ફાયર સેફ્ટીની સુવિધા વિકસાવવા માટે બિલ્ડીંગના માલિકોને 5 દિવસમાં અરજી કરવાની તાકીદ કરી છે. 3 નોટિસો આપવા છતાં બેદરકારી દાખવવામાં આવશે તો વીજ, પાણી અને ગટર કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી કરાશે.

કોરોના સમયે હોસ્પિટલોમાં આગ લાગતા દર્દીઓના મોત નિપજ્યા હતા.હાઈકોર્ટે કડક વલણ દાખવીને ફાયર સેફ્ટીની સુવિધા નહી ધરાવતી બિલ્ડીંગોના માલિકોને નોટિસ પાઠવી ફાયર સેફ્ટીની સુવિધા વિકસાવવા અને ન વિકસાવે તો કાર્યવાહી કરવાની સરકારને આદેશ કર્યો હતો. મહેસાણા પાલિકાના ફાયર વિભાગે ફાયર સેફ્ટીની સુવિધા નહી ધરાવતી બિલ્ડીંગોનો સર્વે કરીને તેવી બિલ્ડીંગોના માલિકોને ફાયર સેફ્ટી સુવિધા ઉભી કરવા તાકીદ કરાઈ હતી.

જો કે, હજુ પણ શહેરની 23 હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની સુવિધા નહી હોવાથી ફાયર વિભાગે નોટિસ પાઠવીને 5 દિવસમાં અરજી કરવા તાકીદ કરી હતી. તેના પગલે 3 બિલ્ડીંગના માલિકોએ અરજી કરી દીધી છે. જ્યારે બાકીની 20 બિલ્ડીંગોના માલિકોએ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી નહી કરીને અરજી પણ કરી નથી. તેથી 20 બિલ્ડીંગોના માલિકોને નોટિસો પાઠવી તાકીદ કરી છે.

આજથી એસેમ્બલી બિલ્ડીંગોની તપાસ
ફાયર ઈન્સપેક્ટર હરેશ પટેલે જણાવ્યુ હતુ કે, શુક્રવારથી એસેમ્બલી બિલ્ડીંગ(પાર્ટી પ્લોટ) કે જ્યાં લોકો વધારે એકઠાં થતા હોય તેવી જગ્યાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે તપાસ કરાશે. શહેરમાં અંદાજે 27 જેટલી એસેમ્બલી બિલ્ડીંગોની ચકાસણી કરીને કાર્યવાહી કરાશે.

23 પૈકી તિરૂપતિ ગ્રીન્સ ફ્લેટ, સાંઈ ક્રિષ્ના હોસ્પિટલ અને બાલાજી સ્ટેટસે ફાયર માટે અરજી કરી
પાલિકાના ફાયર ઈન્સપેક્ટર હરેશ પટેલે કહ્યુ કે, શહેરમાં 23 હાઈરાઈઝ બિલ્ડીંગ પૈકી તિરૂપતિ ગ્રીન્સ ફ્લેટ, સાંઈ ક્રિષ્ના હોસ્પિટલ અને બાલાજી સ્ટેટસે અરજી કરી દીધી છે. જ્યારે બાકીની 20 બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની સુવિધા નહી હોવાથી 5 દિવસમાં અરજી કરવા નોટિસ આપી છે. ટીપી શાખાએ આપેલી યાદી મુજબ 15 મીટર કે તેથી વધુની ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગોને 3 વખત નોટિસ આપવામાં આવશે. ત્રણ નોટિસ બાદ પણ ફાયર સેફ્ટીની સુવિધા નહી કરે અથવા તો કામગીરી કરાવવાની બાહેંધરી નહી આપે તો તેવી બિલ્ડીંગોની યાદી ગાંધીનગર પ્રાદેશિક ફાયર ઓફિસરને મોકલાશે. ત્યારબાદ પ્રાદેશિક ફાયર ઓફિસર દ્વારા બિલ્ડીંગના વીજ, પાણી અને ગટર કનેક્શન કાપવાની કાર્યવાહી કરાશે.

નોટિસ આપેલી હાઈરાઈઝ બિલ્ડીંગ
1.સોમેશ્વર યુનિ હોમ્સ, વિસનગર રોડ
2.ગેેલેક્ષી હાઈટ, લાટીવાલા પાર્ટી પ્લોટ સામે
3.ચિરાગ પ્લાઝા, માનવ આશ્રમ પાસે
4.પંડિત દિનદયાળ વસાહત, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સોમનાથ રોડ
5.કૃણાલ હાઈટસ, રામોસણા બ્રિજ પાસે, ઊંઝા હાઈવે
6.દૂધસાગર ડેરી, હાઈવે, મહેસાણા
7.ખુશ્બુ એપાર્ટમેન્ટ, હાઈવે, મહેસાણા
8.ધરતી મનન પ્લાઝા, જેલ રોડ
9.રંગોલી એપાર્ટમેન્ટ, રાધનપુર રોડ
10.શુભમ ફ્લેટ, રાધનપુર રોડ
11.સૌંદર્ય હાઈટ, રાધનપુર રોડ
12.એસવી-9 ફ્લેટ, રાજકમલ પેટ્રોલપંપ પાસે
13.જયંત પ્લાઝા, મોઢેરા સર્કલ પાસે
14.એપોલો એન્કલેવ, સીમંધર મંદિર સામે
15.હબટાઉન, મોઢેરા સર્કલ પાસે
16.હિમાલયા ફ્લેટ, હાઈવે, મહેસાણા
17.ગાર્ડન વ્યૂ ફ્લેટ, સિવિક સેન્ટર પાસે, ટીબી રોડ
18.ઉર્મિ શોપીંગ સેન્ટર, બી.કે.સિનેમા સામે
19.ચોક્સી પ્લાઝા, દાળમીલનો ઢાળ
20.અપ્સરા હોટલ, જનતા સુપર માર્કેટની બાજુમાં

અન્ય સમાચારો પણ છે...