તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અપૂરતાં સાધનો અને ગટર ઉભરાવાની ફરિયાદો વધી જતાં કોન્ટ્રાક્ટરને નોટિસ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા શહેરમાં ગટરની સફાઇ માટે વર્ષે દોઢ કરોડથી વધુ રકમ ચૂકવાય છે
  • યોગ્ય જવાબ નહીં મળે તો ડિપોઝિટ જપ્ત કરી એજન્સીના ખર્ચે કામ કરાવાશે : સીઓ

મહેસાણા સિટી 1 અને 2માં ભૂગર્ભ ગટરની સફાઇ તેમજ પમ્પિંગ સ્ટેશનોની નિભાવણી કામગીરી કરતી દરબાર વેસ્ટ કોર્પોરેશન એજન્સી પાસે સાઇડ ઉપર પૂરતાં સાધનો ન હોવાનું શુક્રવારે ચીફ ઓફિસરની તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે વારંવાર સૂચના છતાં પમ્પિંગ સ્ટેશનોની સફાઇ ન થવી તેમજ સમયસર ગટર ઉભરાવાની સમસ્યાઓનું નિવારણ નહીં કરી ટેન્ડરની શરતોનું પાલન કરવામાં બેદરકારી દાખવનાર આ એજન્સીને પાલિકાએ કોન્ટ્રાક્ટ રદ કેમ ન કરવો અને ડિપોઝિટ બાકી બિલોની રકમ જપ્ત કેમ ન કરવી તે અંગે તાત્કાલિક જવાબ રજૂ કરવા નોટિસ ફટકારી છે.

શુક્રવારે બપોરે ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, ચેરમેન સંજય બ્રહ્મભટ્ટ, શાખા અધિકારી વિશાલ ઓઝા દ્વારા એજન્સી પાસે વાહનોનું ચેકિંગ કરતાં ગ્રેબ બકેટ બેની જગ્યાએ એક, જેટિંગ મશીન 3ની જગ્યાએ બે ચાલુ હતા, જ્યારે ટ્રેક્ટર 3ના બદલે માત્ર એક જ એજન્સી પાસે હતું. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, દરબાર એજન્સીને સમય મર્યાદામાં ફરિયાદોનું નિવારણ ન કરવું, પૂરતા સાધનો ન રાખવા, પમ્પિંગ સ્ટેશનોની સાફ સફાઈ ન કરવી તેમજ ટેન્ડરની શરતોનું પાલન ન કરવું તે અંગે કારણદર્શક નોટિસ આપી છે. યોગ્ય જવાબ નહીં મળે તો એજન્સીની ડિપોઝિટ જપ્ત કરાશે અને તેના ખર્ચે બીજી એજન્સીથી કામ કરાવાશે.

નગરપાલિકાએ એજન્સીને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે, પમ્પિંગ સ્ટેશનોની સાફ સફાઇ કરવા વારંવાર જાણ કરવા છતાં આજદિન સુધી એકપણ પમ્પિંગનો કાદવ સાફ થયો નથી તેમજ ટેન્ડર શરત મુજબ યાંત્રિક સાધનો સાઇડ ઉપર જણાયા નથી. જેથી નોટિસ મળે કે તરત સુચિત મુજબની કાર્યવાહી હાથ ધરવી.

ગટરની મેઇન લાઇન તેમજ વરસાદી લાઇનો ના મેનહોલ સાથેની સફાઇ કરાવવી તેમજ ઇજનેર દ્વારા આ બાબતે વારંવાર સૂચના છતાં સમય મર્યાદામાં કામ પૂર્ણ કરાતું નથી. કોઇપણ જાતના ગટરનો પ્રશ્નો ઉપસ્થિત થશે તો જવાબદારી એજન્સીની રહેશે. ટેન્ડર શરતો મુજબ કામગીરી કરાતી ન હોઇ કોન્ટ્રાક્ટ રદ કેમ ન કરવો અને ડિપોઝિટ જપ્ત કરી બાકી બિલોની રકમ જપ્ત કરાશે અને એજન્સીને બ્લેક લિસ્ટ કરી તેના ખર્ચે અન્ય એજન્સી પાસેથી કામગીરી કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...